વંથલીથી જૂનાગઢનો ઉપરકોટ 16 કિમી, ભવનાથમાં મૂકવાનો બોર્ડ વંથલી માર્યો
ખાસ ખબરસંવાદદાતા
પ્રવાસન વિભાગ દ્વારા જાણે પ્રવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં છે.
વંથલીમાં મુકવામાં આવેલ સાઇન બોર્ડમાં ઉપરકોટ માત્ર એક કિમી બતાવવામાં આવ્યું છે. ખરેખર વંથલીથી જૂનાગઢનો ઉપરકોટ 16 કિમી થાય છે. સંભવત ભવનાથમાં મુકવાનો બોર્ડ વંથલી મારી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવતા પ્રવાસીઓને દિશા સુચન માટે સાઇન બોર્ડ મુકવામાં આવ્યાં છે. સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી નજીક સાઇન બોર્ડ મારવામાં આવ્યું છે.જેમાં શિવરાજપુર અને જૂનાગઢનાં ઉપરકોટનાં કિલ્લાની દિશા દર્શાવવામાં આવી છે. અહીં બોર્ડમાં શિવરાજપુર 221 કિમી બતાવ્યું છે. જયારે ઉપરકોટ માત્ર 1 કિમી બતાવ્યું છે. ખરેખર તો વંથલીથી જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો 16 કિમી થાય છે. તંત્રનાં વાંકે પ્રવાસીઓ ગેરમાર્ગે દોરાયાં છે. ભવનાથમાં મુકવાનો બોર્ડ વંથલી મુકી દીધો હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર પોતે કરેલો છબરડો વહેલી તકે સુધારે તે જરૂરી બન્યું છે.