CCTV પ્રશ્ર્ને યુવાન પર છરી અને પથ્થરથી હુમલો કર્યો હતો
દિનેશના ઘરે દેશી દારૂનાં વેંચાણ સાથે જુગારધામ ધમધમી રહ્યું છે
રાજકોટમાં આવારા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ફરી પાછો એક દેશી દારૂ વેચતા બુટલેગર દિનેશ ઉર્ફે કડિયાની ધમાલના CCTV સામે આવ્યા છે. રાજકોટના લોધેશ્વર વિસ્તારમાં કેમેરા ઘર પર લગાવવા નહીં તેમ કહી અવારનવાર ઝઘડો કરતો હતો અને રૂ. 50,000 માગતો હતો. પૈસા નહીં આપતા દિનેશે ઉશ્કેરાઇને કેમ કેમેરા કાઢ્યા નથી કહી અર્જુન નામના યુવાન પર છરી અને પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવના હકીકતોની વિગતો અનુસાર, મારામારીમાં ઈજા પામેલાં ફરિયાદી અર્જુન વર્માના સગા મામા દિલીપભાઈ નાથુસિંગ પતરીયાએ વર્ષ 2021માં આરોપી દિનેશ ઉર્ફે કાળીયો બાબુ ઝરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના સમાધાન માટે આરોપી દિનેશ ફરિયાદી અર્જુન વર્માને દબાણ કરતો હતો.
- Advertisement -

ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદી અર્જુન વર્માના રહેણાંક મકાન બહાર બોલાચાલી કરી હતી, ઘર પર પથ્થર મારો કર્યો હતો અને આરોપી દિનેશે અર્જુન વર્મા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈને માલવીયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંઘાઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિનેશ ઝરિયા અને તેની માતા લતાનાં દારૂ વેંચતા અને જુગાર રમાડતાં વિડીયો જોવા અહીં ક્લિક કરો…
https://www.youtube.com/watch?v=U6gBAj5gT-I
આખા વિસ્તારમાં દિનેશની રાવ : સ્થાનિક મહિલા
આ અંગે સ્થાનિક મહિલા લીલાબેન પતરિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને માર માર્યો હતો. કાલે ગાળો દઇને અમારી પાસેથી 50 હજાર માગતો હતો, અમે શેના રૂપિયા દઇએ. દારૂ બનાવી વેચે છે, દારૂનો ધંધો છે. મારા દીકરાને માથા અને હાથના ભાગે ઇજા પહોંચી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અમારા ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા કાઢવા ધમકી આપે છે. સીસીટીવી નીકળી જાય તો દીકરીઓની છેડતી કરવાનું મોકળું મેદાન મળે એટલે ધમકી આપે છે. આખા વિસ્તારમાં એની રાવ છે.
- Advertisement -
દિનેશ ખુલ્લેઆમ દારૂ વેંચે છે, તેની મા લતા જાહેરમાં જુગાર રમાડે છે
રાજકોટના રામનગર વિસ્તારમાં રહેતો દિનેશ ઉર્ફે કાળિયો ઝરિયા પોતાના ઘરે ખુલ્લેઆમ દેશી દારૂ વેંચે છે અને તેની મા લતા જાહેરમાં જુગાર રમાડે છે. ગેરકાનૂની ધંધો કરતા મા-દીકરાના દારૂ વેંચતા અને જુગાર રમતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે છતાં હજુ સુધી પોલીસે દિનેશ વિરુદ્ધ સામાન્ય ફરિયાદ નોંધી ધરપકડ કરી છે અને તેની મા લતા આજની તારીખમાં પણ જુગાર રમાડે છે. પોલીસે દિનેશની માને પણ પકડીને જેલમાં ધકેલી દેવી જોઈએ જેથી રામનગર વિસ્તારમાંથી ગેરકાનૂની કામોની ગંદકી દૂર થાય.


