છેલ્લા 13 દિવસમાં 12 વખત ભાવ વધારો
દેશમાં પેટ્રોલ ડીઝલમાં દિનપ્રતિદિન વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 વખત વધારો કરવામાં આવ્યો છે. જેમાં આવતીકાલથી પેટ્રોલમાં 40 પૈસા અને ડીઝલમાં 41 પૈસાનો વધારો થશે. આ ભાવ વધારો સવારે 6 વાગ્યાથી લાગુ પડશે. સતત 13 વખત પેટ્રોલ અને ડિઝલના ભાવનો વધારો ઝીકી દેવાયો છે. જેને લઈને જનતાને જોરદાર મોંઘવારીના ઝટકા લાગવાના શરૂ થઈ ગયા છે. 13 દિવસમાં 12 વખત ભાવ વધારો કરી પેટ્રોલમાં રૂ.8.40 અને ડીઝલમાં રૂ.8.62 નો વધારો ઝીંકી દેવાયો છે.
પેટ્રોલમાં વધારો ડીઝલમાં વધારો
- Advertisement -
- 23 માર્ચ 80 પૈસા 82 પૈસા
- 25 માર્ચ 80 પૈસા 82 પૈસા
- 26 માર્ચ 83 પૈસા 77 પૈસા
- 27 માર્ચ 50 પૈસા 57 પૈસા
- 28 માર્ચ 30 પૈસા 37 પૈસા
- 29 માર્ચ 80 પૈસા 72 પૈસા
- 30 માર્ચ 79 પૈસા 82 પૈસા
- 31 માર્ચ 80 પૈસા 82 પૈસા
- 02 એપ્રિલ 70 પૈસા 83 પૈસા
- 03 એપ્રિલ 80 પૈસા 82 પૈસા
- 04 એપ્રિલ 40 પૈસા 41 પૈસા