Sensex News : ભારતીય બજારમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબારમાં તેજી સાથે સેન્સેક્સએ 60,000નું સ્તર પર કર્યું છે. કોરોનાકાળ, જીઓ પોલિટિકલ વોર અને ક્રૂડના ભાવમાં ઉછાળા બાદ શેરબજાર જબરદસ્ત પટકાયું હતું જે નવા નાણાંકીય વર્ષ દરમ્યાન ફરી એકવાર રિકવરી બતાવી રહ્યું છે. નિફ્ટી 18,000ને પાર ચાલ્યો ગયો છે. નિફ્ટીએ 19 જાન્યુઆરી, 2022 પછી પ્રથમ વખત 18 હજારની સપાટી પાર કરી છે. સેન્સેક્સ પણ 60 હજારના પાર ચાલ્યો ગયો છે.
આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 60 હજારને પાર પહોંચ્યો છે. આજે સેન્સેક્સ શુક્રવારના 59,276.69ના બંધ સ્તર સામે 59,764.13 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 60,386સુધી ઉછળ્યો હતો. બજારની તેજીની ચાલમાં નિફટી પણ પાછળ રહ્યો ન હતો. શુક્રવારે નિફટી 205.70 (1.18%) વધીને 17,670.45 પર બંધ રહ્યો હતો. આજે કારોબારની શરૂઆત 17,809.10ની સપાટીએ થઇ હતી. ઇન્ડેક્સ 17,963ના ઉપલા અને 17,791.40ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.
- Advertisement -
વૈશ્વિક બજારમાંથી મળેલા મિશ્ર સંકેત વચ્ચે આજે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 599.50 પોઇન્ટ એટલે કે 1.01 ટકા વધીને 59876.19 પર ખુલ્યો હતો. નિફ્ટી 150.40 પોઇન્ટ એટલે કે 0.85 ટકા મજબૂતી સાથે 17820.90 ના સ્તર પર જોવા મળ્યો હતો.
મિશ્ર વૈશ્વિક પ્રતિસાદ વચ્ચે પ્રી-ઓપનિંગમાં બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 261.3 પોઈન્ટ અને નિફ્ટી 45 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
પહેલી એપ્રિલના રોજ ભારતીય શેર બજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ કેશ માર્કેટમાં 1,910 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. બીજી તરફ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 184 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. બીજી તરફ FIIએ Index Futures માં 278 કરોડ રૂપિયા, Index Options માં 2849 કરોડ રૂપિયા અને Stock Futuresમાં 44 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી.