IPL 2022 શરૂ થતાની સાથે જ બુકીઓ સક્રિય
બુકીઓ દુબઈમાં હોવાની વાત પણ સામે આવી
IPL 2022ની શરૂઆત થઈ ગઈ છે એવામાં સટ્ટા બજાર પણ ખૂબ જોર શોરથી શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે માત્ર અમદાવાદમાં રોજ 1 હજાર કરોડનો સટ્ટા લાગી રહ્યો છે અને એમાં પણ આંગડિયા પેઢીને ચાંદી જ ચાંદી થઈ ગઈ છે. જોકે 80 ટકા બુકીઓ દુબઈ અને ગોવામાં જતા રહ્યા છે. દેશમાં IPL 2022 ની શરૂઆત થતાંની સાથે જ બુકીઓ પણ મેદાને આવી ગયા છે અને એમાં પણ મહત્વનું છે કે 90 ટકા લોકો તો માત્ર IPLમાં સટ્ટો રમે છે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની નજર હોવાથી મોટા ભાગના બુકીઓ દુબઇ અને ગોવામાંથી આઇપીએલ પર સટ્ટો રમાડી રહ્યા છે.
બુકીઓ દુબઈમાં હોવાની વાત પણ સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં જ માત્ર 2 આંગડિયા પેઢીમાંથી 1000 કરોડનો વ્યવહાર થઈ રહ્યો છે અને તે સિવાય અન્ય પેઢીની તો કોઈ ચર્ચા જ નથી. મળતી માહિતી પ્રમાણે સટ્ટાનો આ સોદો દુબઈથી અને અન્ય જગ્યાથી હવાલા મારફતે થઈ રહ્યા છે. જોકે આઇપીએલની વિનર ટીમની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે અને જેનો રેટ 4.80 છે એટલે કે કોઈ વ્યકિત 1 લાખ લગાવે તો અને MI જીતે તો તેને 4.80 મળશે અને હારી જાય તો 1 લાખ ગયા. એવામાં હાલ ગુજરાત ટાઇટન્સ સૌથી છેલ્લે છે પંરતુ જે રીતે પહેલી મેચ માં વિજેતા થઈ છે તો ઉપર પણ આવી શકે છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 80 ટકા બુકીઓ જતા રહ્યા છે અને બાકીના ગુજરાતમાં બેસી સટ્ટો રમાડી રહ્યા છે. મહત્ત્વનું છે કે પોલિસથી બચવા માટે બુકીઓ ભાગી ગયા છે પરંતુ અમદાવાદમાં પણ અનેક બુકીઓ હાલ પણ સક્રિય છે.


