મુંબઇનો ભાવ 5.44 રૂપિયા કાલે કોલકત્તા-ચેન્નાઈના મુકાબલામાં માટે કોલકત્તા ફેવરિટ, ભાવ 96 પૈસા
આઈપીએલમાં આ વખતે કુલ 10 ટીમો ટકરાવાની છે જેમાં મુંબઈનો ભાવ સૌથી નીચો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુંબઈ પછી સેક્ધડ હોટ ફેવરિટ તરીકે દિલ્હી કેપિટલ્સ છે જેનો ચેમ્પિયન બનવાનો ભાવ 7 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ પછી બેંગ્લોરનો નંબર આવે છે. હજુ બે દિવસ પહેલાં ટૂર્નામેન્ટ જીતવા માટે ચેન્નાઈ ફેવરિટ ગણાતી હતી પરંતુ તેનો કેપ્ટન બદલાઈ જતાં હવે ચેન્નાઈની ટીમ ચોથા ક્રમે પહોંચી ગઈ છે. આવતીકાલે ચેન્નાઈ સુપરકિંગ્સ-કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ઉપર થવાનો છે ત્યારે તેમાં જીતવા માટે બુકીબજારમાં કોલકત્તાને ફેવરિટ ગણવામાં આવ્યું છે અને તેનો ભાવ 96 પૈસા ખોલવામાં આવ્યો છે. બુકી-પંટરોના જણાવ્યા પ્રમાણે આ ભાવ ઘણો ઉંચો હોવાને કારણે પંટરો એડવાન્સમાં સટ્ટો રમવાની જગ્યાએ મેચ શરૂ થયા બાદ જ દાવ લગાવશે.
એક સ્વર્ણિમ યુગનો સુર્યાસ્ત
MS ધોનીએ ફરી પોતાના નિર્ણયથી બધાને ચોંકાવ્યા
IPL 2022 શરૂ થાય એ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. હવે તે IPLની 15મી સિઝનમાં એક ખેલાડી તરીકે રમતો નજર આવશે. તેવામાં આ પહેલીવાર નથી જ્યારે ધોનીએ આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. આની પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ધોનીએ અચાનક ટેસ્ટ અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડી બધાને ચોંકાવી દીધા હતા.
- Advertisement -
ધોની અને જાડેજાની યારી
ચેન્નઈ સુપર કિંગ્સની કમાન જાડેજાને આપવા માટે ધોનીએ પહેલ કરી હતી. તેણે આ સિઝનમાં રિટેન થતા સમયે પણ જાડેજાને વધુ સેલેરી સાથે ટીમની પહેલી પસંદ રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ક્રિકેટ ટીમ હોય કે પછી IPLની ચેન્નઈ ટીમ ધોનીએ હંમેશા જાડેજાને મેન્ટોર તરીકે ગાઈડ કર્યું છે. એટલું જ નહીં સ્ટાર ઓલરાઉન્ડરને ‘સર’ કહેવાથી લઈ પ્રેક્ટિસ સેશનમાં તેના તલવાર સેલિબ્રેશનને કોપી કરવાની ઘટનાએ બધા ફેન્સનું દિલ જીતી લીધું છે.