10 લાખ લોકોને કાઢવામાં આવ્યા હતા દેશની બહાર
સૈન્ય સરકાર દ્વારા રોહિંગ્યા મુસ્લિમો પર કરાયેલા દમનને નરસંહાર ગણાવવાનો નિર્ણય અમેરિકાએ પાંચ વર્ષ પહેલા મ્યાનમારમાં સૈન્ય સરકાર દ્વારા રોહિંગ્યા મુસ્લિમો પર કરાયેલા દમનને નરસંહાર ગણાવવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન લગભગ 10 લાખ રોહિંગ્યાઓને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ માટે સામૂહિક હત્યા, ફાંસી, બળાત્કાર, પરિવારોને જીવતા સળગાવી દેવા અને ડૂબવા જેવી જઘન્ય રીતો અપનાવવામાં આવી હતી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સોમવારે સત્તાવાર રીતે મ્યાનમારની હિંસાને નરસંહાર ગણાવ્યો હતો.
આ પ્રસંગે યુદ્ધ અપરાધોના કાયદાકીય દસ્તાવેજનું વિમોચન કરવામાં આવશે. અમેરિકન તપાસકર્તાઓએ તેને 2018માં તૈયાર કર્યું હતું. આ દસ્તાવેજ વોશિંગ્ટનમાં અમેરિકન હોલોકોસ્ટ મેમોરિયલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે મ્યાનમારની સૈન્ય સરકારે રોહિંગ્યાઓનો નરસંહાર કર્યો હતો.