વિસ્થાપિત સત્યનું ગીત
અમિત શાહે ફિલ્મની ટીમને ઘરે બોલાવી નાસ્તો કરાવ્યો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો 5માં દિવસે 60 કરોડથી વધુ કમાણીનો રેકોર્ડ
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ’ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર નોન સ્ટોપ આગળ વધી રહી છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટરમાં હાઉસફૂલ જઈ રહી છે. પાંચ દિવસમાં જ આ ફિલ્મે 60 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પાંચમા દિવસે કમાણીમાં ’ગંગુબાઈ..’, ’તાન્હાજી’, ’ઉરી’ સહિતની ફિલ્મને ધોબી પછડાટ આપી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના કલેક્શન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ’ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર સુનામીની જેમ છે. ફુટફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ તમામમાં વધારો થઈ રહ્યો છે. પાંચમા દિવસે અન્ય દિવસો કરતાં વધુ કમાણી થઈ છે. બ્લોકબસ્ટર..શુક્રવારે 3.55, શનિવારે 8.50 કરોડ, રવિવારે 15.10 કરોડ, સોમવારે 15.05 કરોડ, મંગળવારે 18 કરોડ, ટોટલ 60.20 કરોડ. આ ફિલ્મ ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી છે. આ ફિલ્મ પહેલાં 600 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી અને પછી સ્ક્રીન્સ વધારીને 2000 કરવામાં આવી હતી. આજે સવારે ગૃહમંત્રી અમિત શાહે ધ કાશ્મીર ફાઈલ્સની સમગ્ર ટીમને પોતાના ઘરે બોલાવી નાસ્તો કરાવ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
બત્રીસ વર્ષે હિમયુગ આથમ્યો, તમને કેમ થઈ પીડા?
થીજ્યા’તા એ ડૂમા પીગળ્યા, સળવળ્યા કેમ કીડા?
જ્યારે બેઠો કાળ શિયાળો, આતંકી વિકરાળ શિયાળો
ખીણે ચીસો પાડી તોયે ધરમ ચૂક્યો પહાડ કાળો
પડઘા એણે પાડ્યા નહીં ને લીધાં મૌનનાં બીડાં
બત્રીસ વર્ષે હિમયુગ આથમ્યો, તમને કેમ થઈ પીડા?
એ લીલી ખીણને લાલ કરીને લીલી કરવા પાછી
રાલિવ ત્સાલિવ ગાલિવ કહીને માનવતાને કાઢી
સ્વર્ગને નરક બનાવ્યું કરવા હૂરો સાથે ક્રીડા
બત્રીસ વર્ષે હિમયુગ આથમ્યો, તમને કેમ થઈ પીડા?
વિવેક આપણો પૂછે છે કે સત્ય કેમ વિસ્થાપિત?
પહાડ હજીયે કેમ કહે છે, વાચા ખીણની શાપિત?
હિમયુગનાં હાડ ગાળતાં વૃત્તાંતો હજી કેમ છે રીઢાં?
બત્રીસ વર્ષે હિમયુગ આથમ્યો, તમને કેમ થઈ પીડા?
– નીલેશ રૂપાપરા