‘તમારે બારમું જ છે, ઉજવણી ક્યાંય નથી, હજુ તમારું બધું ઓછું થવાનું છે’
ભાજપના સિનિયર ધારાસભ્ય નિતિન પટેલે એક પ્રશ્નનો ચાવડાને વળતો જવાબ આપતાં કહ્યું કે, તમારે બધુ બદલાયું છે. તમારે બારમુ જ છે. ઉજવણી ક્યાંય નથી. હજુ તમારુ બધું ઓછું થવાનું છે. એ પણ અમે જ કરશું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, યુજીસીના નિયમો મુજબ રાજ્યમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક થતી નથી. હાલ રાજ્યમા જે વીસી લાયકાત વગરના છે એમને રદ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ લખવુ પડ્યુ છે કે યથા રાજા તથા પ્રજા. તેમણે કહ્યું કે, સરકારે કરેલા કામો સમજાવવામાં નિષ્ફળ થાઓ છો એટલે તમારે ઉત્સવો કરવા પડે છે. અડવાણીએ ઈવીએમ પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી.


