પિતા પુત્રને મિલકતની બક્ષિસ કરે, મકાન ભાડે આપે તો પણ કલેકટરની મંજૂરી ફરજિયાત બનાવી
રાજકોટ શહેરના વોર્ડ નંબર 2ની 24 જેટલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ નવો ધારો લાગુ પાડવામાં આવ્યો છે પરંતુ હવે તે વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. સરકારે કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધી માત્ર મિલકતોની ખરીદ વેચાણ કરતા પહેલા કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવાનું જરૂરી હતું પરંતુ હવે પ્રોપર્ટી ભાડે આપતા પૂર્વે પણ કલેક્ટરની મંજૂરી લેવી પડશે. એટલું કે નહીં અશાંતધારા વિસ્તારમાં આવેલી મિલકત જો કોઈ પિતા તેના પુત્ર કે પરિવારના અન્ય સભ્યોને બક્ષિસ આપવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. અત્યાર સુધી આ પ્રકારની જોગવાઇ માત્ર સુરતમાં હતી પરંતુ હવે તે રાજકોટ સહિતના રાજ્યના અન્ય શહેરોમાં જયા અશાંતધારાની જોગવાઈ અમલમાં છે ત્યાં લાગુ પાડવામાં આવી છે.