ન્યાયંત્રની કામગીરીને મજબુત બનાવવા સરકાર પ્રયત્નશીલ
રાજકોટના બાર એશોસિએસને સરકારના નિર્ણયને આવકાર્યો
- Advertisement -
વિધાનસભામાં વર્ષ 2022-23નું બજેટ રજુ થઈ ચુક્યું છે. બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવમાં આવ્યું છે તેમ નાણામંત્રી કનુદેસાઈએ કહ્યું હતું. જેને ધ્યાને લેતાં સમગ્ર ગુજરાત રાજ્યના ધારાશાસ્ત્રીઓના વેલફેર માટે બજેટમાં રૂપિયા 6 કરોડની માતબાર રકમ ફાળવવામાં આવી છે.ધારાશાસ્ત્રીઓ માટે બજેટમાં કરેલી જોગવાઈને રાજકોટ બાર એસોશિએસને આવકારી છે. બજેટમાં 6 કરોડ ફાળવીને વકીલોના હિતાર્થે સરકારનું વિચારવું એ સરહાનીય બાબત છે. રાજકોટ બાર એસોશિએશન આ જાહેરાત બદલ સરકારનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો છે. અગાઉના બજેટમાં પણ વકીલોના હિતાર્થે રૂપિયા 5 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમજ ઈ-લાયબ્રેરી માટે પણ સવા બે કરોડની માતબાર રકમની ફાળવણી કરી હતી.
ન્યાયંત્રની કામગીરીને મજબુત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. સુલભ, ઝડપી અને બીન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા ન્યાયતંત્રના પાયામાં હોય તે માટે સરકાર અસરકારક અને કાર્યક્ષમ ન્યાયતંત્રની કામગીરી માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિ ધાઓ ઉત્પન્ન કરી રહી છે. ન્યાયાલયની સંખ્યા પણ વધારવા માટે પણ સરકાર કટિબધ્ધ છે. આ ઉપરાંત સવા બસો કરોડના માળખાકીય કામો હાલ પ્રગતિમાં છે. બજેટમાં વકીલો માટે કરેલી જોગવાઈ બદલ બાર એસો.ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, નાણામંત્રી કનુ દેસાઈ અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે.


