ભારતમાં આજથી જ આ નવો સેરોગેસી રેગ્યુલેશન એક્ટ અમલમાં આવી ગયો છે, જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ
વર્તમાન સમયમાં વધી રહેલા સેરોગેસી માતાના ચલણના મામલે હવે સરકારે કડક કાયદો અમલમાં મૂક્યો છે. જો તમે સેરોગેસી માતા બનવા માગો છો તો પહેલાં એકવાર આ નવા કાયદા વિશે જાણી લો. હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ અન્ય સ્ત્રીને સેરોગેટ માતા બનવામાં મદદ કરી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. આજથી જ આ નવો સેરોગેસી રેગ્યુલેશન એક્ટ અમલમાં આવી ગયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.


