રાજકોટમાં CM પટેલ અને CR પાટિલનો PM જેવો ઠાઠ
1000 બાઈક અને 100 કાર સાથે હજારો લોકો રોડ શૉમાં જોડાયા
રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું રાજકોટમાં રજવાડી ઠાઠથી સ્વાગત કરાયું : 61 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા હતા : જુદા-જુદા સમાજ-જ્ઞાતિઓનાં લોકો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માસભર સ્વાગત કરાયું

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે.
- Advertisement -

ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

- Advertisement -
જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. રોડ શો દોઢ કિમી લાંબો હતો અને મુખ્યમંત્રીની સાથે 100 ગાડી અને 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.
ઠેર-ઠેર ડીજેના સંગીતથી રોડ શો વાઇબ્રન્ટ બન્યો

રાજકોટવાસીઓ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અદકેેરૂં સ્વાગત
ભાજપના વિવિધ સેલ દ્વારા CMનું સ્વાગત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સીએમના રોડ-શોમાં ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક પર આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા. અઢી કિલોમીટરના રૂટમાં 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.
જેમાં વિવિધ સંગઠન, સંસ્થાઓ અને ભાજપના વિવિધ સેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. તથા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરઝા ઉપસ્થિત રહ્યાં હતા.



