સુરતમાં યુવાઓ નશાથી દુર રહે અને ફીટ રહે તે માટે સુરત પોલીસ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેશભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ આ ચેમ્પિયન શીપમાં સુરતની ત્રણ દીકરીઓએ બાજી મારી હતી. સુરતની ત્રણ બહેનોએ અલગ અલગ કેટેગરી અને સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ,સિલ્વર સહિત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
સુરતમાં યુવાઓને નશાથી દુર રાખવા સુરત પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા યુવાનોની સ્પોર્ટ્સમાં રૂચી વધે, કામકાજમાં આગળ વધે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે સુરતમાં પોલીસ દ્વારા યુવાનો ફીટ રહે તે માટે નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા કતારગામ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં યોજાયેલી પાવર લિફ્ટિંગની ચેમ્પિયનશીપમાં દેશભરના ખેલાડીઓની સાથે સાથે રાજ્યના અને સુરતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. અને આ સ્પર્ધામાં સુરતની ત્રણ દીકરીઓએ બાજી મારી હતી. સુરતની ત્રણ દીકરીઓએ અલગ અલગ સ્પર્ધામાં ગોલ્ડ,સિલ્વર સહિત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. સુરતમાં રહીને ચા-નાસ્તાની લારી ચલાવતાં પિતાની 3 દીકરીઓ નિલમ રાયકવાલને 63 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ, સોનુ રાયકવાલને 72 કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ અને મોનુ રાયકવાલને 57 કિલો કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ગોલ્ડ મેડલ મળ્યો હતો.નીલમ રાયકવાલએ જણાવ્યું હતું કે અમે પાવર લીફટીંગ અને રેસલિંગ કરીએ છીએ.
- Advertisement -
અમે રેસલિંગ ૪ વર્ષથી કરી રહ્યા છે. જયારે પાવર લીફટીંગ છેલ્લા ૧ વર્ષથી કરી રહ્યા છે. રેસલિંગમાં અમે ૫ નેશનલ રમીયા છીએ અને પાવર લીફટીંગમાં ૩ નેશનલ રમિયા છે. હાલમાં અમે સુરતપોલીસ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે ભાગ લીધો હતો. પોલીસનું આ કાર્ય ખુબ જ સરાહનીય છે. યુવાઓને નશાથી દુર રહી સ્પોર્ટ્સ અને ફીટ રહેવું જોઈએ.