ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી હવામાન બદલાયું છે અને હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ઠંડી વધશે.
જોકે, સખતમાં સખત ઠંડી મામલે આપણે ત્યાં દુનિયાના એ ભાગોની સરખામણીમાં વાતાવરણ હળવું છે, જ્યાં ખરેખર હાડ થીજવતી ઠંડી પડે છે. દુનિયાના સૌથી ઠંડા શહેર રશિયાનાં યાકુત્સ્કમાં -83 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો રેકોર્ડ નોંધાયો છે અને આ શહેર ઠંડી મામલે ટોચ પર છે. અહીં બધી વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલી રહે છે.
- Advertisement -
યાકુત્સ્ક બાદ નોરિલ્સ્ક નામના શહેરમાં શિયાળામાં -63 ડિગ્રી સુધી તાપમાન નોંધાય છે જ્યારે અમેરિકાના મિનેસોટા શહેરમાં -55 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે.