ક્રિસમસ પહેલાં યુરોપમાં ઓમિક્રોન ઇન્ફેકશનના કેસમાં ભારે વધારો
ખાસ-ખબર સંવાદદાતા
યુરોપ સહિત વિશ્ર્વના અન્ય દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહૃાા છે. આ દરમિયાન ક્રિસમસ પહેલા યુરોપ સહિત અન્ય દેશો સંક્રમણના મામલાને અટકાવવા મા ટે નવા નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહૃાા છે. યુરોપમાં ઓમિક્રોન ઇન્ફેકશનના કેસમાં ભારે વધારો થયો છે. યુરોપ ઉપરાંત અમેરિકા અને એશિયામાં જાપાનની સ્થિતિ વધુ ખરાબ છે. ન્યૂઝીલેન્ડ કોવિડ-19 રિસ્પોન્સ મિનિસ્ટર ક્રિસ હિપક્ધિસે કહૃાું કે ન્યૂઝીલેન્ડમાં વિશ્ર્વના સૌથી કડક કોવિડ-19 નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો અન્ય દેશો સાથે પોતાની સરહદો ખોલવાના નિર્ણય પર ફેબ્રુઆરીના અંત સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- Advertisement -
અમેરિકામાં નોંધાયેલા સંક્રમણના નવા કેસોમાં 73 ટકા કેસ ઓમિક્રોન વેરિઅન્ટ્સ સાથે સંબંધિત છે. અમેરિકામાં આ વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ નોંધવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, જર્મની, આયર્લેન્ડ સહિતના અન્ય દેશોએ આંશિક લોકડાઉન અથવા સંપૂર્ણ લોકડાઉન અથવા સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા નિયમો લાગુ કર્યા છે.
થાઇલેન્ડમાં મંગળવારથી વિદેશથી આવતા નાગરિકો માટે ક્વોરેન્ટીનમાં રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બ્રિટન, જર્મની અને પોર્ટુગલ કોવિડ-19 નિયમો પર વિચાર કરી રહૃાા છે.