7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી શકશે
સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં ઈકોનોમિક્સના પેપરથી પ્રારંભ, 29 માર્ચે ગુજકેટની પરીક્ષા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર 2025ના બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર 2025ની રાત્રે 12:00 કલાક સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025થી 6 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે, રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે.
બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાઓ
ગત વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 10 માર્ચ સુધી પરીક્ષાઓ ચાલી હતી. જ્યારે આ વખતે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચે પૂર્ણ થશે. 2025 પહેલાં બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હતી, પરંતુ બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ સતત 2 વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષા યોજવામાં આવે છે.
સમય : બપોરે 3થી 6.15
તારીખ વિષય
26 ફેબ્રુઆરી ફિઝિકસ
28 ફેબ્રુઆરી કેમેસ્ટ્રી
4 માર્ચ બાયોલોજી
6 માર્ચ અંગ્રેજી
7 માર્ચ અંગ્રેજી
9 માર્ચ ગણિત
11 માર્ચ કોમ્પ્યુટર
12 માર્ચ ગુજરાતી (પ્રથમ ભાષા)
13 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા)



