માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ત્રણેયને કરાવ્યું કાયદાનું ભાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચાલુ કારે ફટાકડા ફોડતી રીલ બનાવી રોફ જમાવનાર 3 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે દિવાળીની રાત્રે લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી કારમાં નિકળતા યુવાને એક પછી એક સૂતળી બોમ્બ સળગાવી રોડ ઉપર ફેંકી લોકોના જીવ જોખમમાં મુક્યા હતા ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ કાર નંબરના આધારે ત્રણેય નબીરાઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગત તા.20 ઓક્ટોબરના દિવાળીની રાત્રે 11 વાગ્યે નાના મવા મેઇન રોડ ઉપર લક્ષ્મીનગર અંડરબ્રિજમાંથી એક કાર પસાર થઈ હતી.
- Advertisement -
જેમાં બેસેલો યુવાન કારમાં ફટાકડા સળગાવી રસ્તા પર ફેંકતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ પોલીસે કાર નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે ત્રણેય શખસો સામે કારમાં ફટાકડા સળગાવી રોડ પર ફેંકી લોકો માટે ભયજનક પરિસ્થિતિ ઉભી કરવા અને ગંભીર અકસ્માત સર્જાય એવુ કૃત્ય કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો પોલીસે કાર નંબર આધારે કોઠારીયા રોડ ઉપર આવેલ રામરણુંજા સોસસિટીમાં રહેતા રોનક નરેશભાઇ જાદવ ઉ.19, સૂર્યદેવ સોસાયટીના વત્સલ પ્રવિણભાઇ સોલંકી ઉ.20 અને શિવધારા સોસાયટીના ધર્મેશ પ્રભુદાસ ગોંડલીયા ઉ.21ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું આ કાર રોનક ચલાવતો હતો. વત્સલ વીડિયો ઉતારતો હોવાનું જાણવા મળ્યું છે.



