આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાકાર કરવા, 800 મીટર કાપડનો ઉપયોગ કરી કપડા અને વસ્તુઓ બે મહીનાની મહેનતે તૈયાર કરાયા
ખાદીની દોરીમાંથી જુલા, લેમ્પ, ખુરશી, કવર, ચિત્રો, ઘડિયાળ વગેરે તૈયાર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ 2 ઓકટોબર 2021ના રોજ ફેશન અને ઈન્ટીરીયર ડીઝાઈન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્થા આઈ.એન.આઈ.એફ.ડી. (ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન ડીઝાઈન) અને દુનિયાભરમાં વ્યવસાયનો વ્યાપ ધરાવતી સંસ્થા બી.એન.આઈ. (બિઝનેશ નેટવર્ક ઈન્ટરનેશનલ)ના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ તેમજ ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ને સાકાર કરવાના ભાગરૂપે ખાદી ફેશન શો અને સૌ પ્રથમવાર વિશિષ્ટ ખાદી પ્રદર્શનનું ભવ્ય અને મહામુલો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો.
- Advertisement -
આ અંગે આઈ.એન.આઈ.એફ.ડી. રાજકોટના સેન્ટર ડીરેકટર નૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચાર ‘આત્મનિર્ભર’ ભારત અને વોકલ ફોર લોકલને સાકાર કરવા વિદ્યાર્થીઓએ ખાદીમાંથી ડીઝાઈન કરી બનાવેલ વસ્ત્રોનો અનોખો ફેશન શો અને ખાદીમાંથી જ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ઈન્ટીરીયર ડીઝાઈનની વસ્તુઓનું પ્રદર્શન કરવાનો વિચાર આવ્યો.
- Advertisement -
જેમાં કુલ 250થી વધુ વિદ્યાર્થીઓએ દોઢથી બે મહીનાનો પરિશ્રમ કરી કપડા અને વસ્તુઓ ડીઝાઈન કરી બનાવી જેમાં 150થી વધુ મોટા લોકોના અને 50થી વધુ બાળકોના ખાદીના કપડાં ડીઝાઈન કરી તૈયાર કર્યા અને ખાદીમાંથી જ ઈન્ટીરીયર વસ્તુઓ બનાવી જેમાં વિવિધ ખાદીના અંદાજે 800 મીટર કાપડનો ઉપયોગ કરાયો છે.
ફેશનના 150 વિદ્યાર્થીઓએ પોલી ખાદી, ડેનીમ ખાદી, સિલ્ક ખાદી, લીનન ખાદી, જયુટ ખાદીનો ઉપયોગ કરી કચ્છના હેન્ડલુમ્સ, જામનગરી બાંધણી, રાજકોટના પટોળા ઉપરાંત ગાંધીજીના જીવન પ્રસંગો જેવા કે દાંડી કુચ, સત્યાગ્રહ તેમજ તેમના આદર્શોમાંથી ખાદીના કપડા જેવા કે જેકેટ, સ્કર્ટ, પેન્ટ, કુર્તાની સાથે ખાદીના જ બ્રેસલેટ, ઈયરીંગ્સ, નેકલેસ વગેરે ડીઝાઈન તૈયાર કર્યા હતા જે મોડલોએ રેમ્પ વોક કરી લોકો સમક્ષ રજૂ કર્યા હતા.
વધુમાં કમળ, ભારતીય બાંધકામ શૈલી, સીદી સૈયદની જાળી વગેરેને ધ્યાનમાં રાખી ડીઝાઈન તૈયાર કરી. જ્યારે ઈન્ટીરીયરમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ખાદીની ઘડીયાળ, ખાદીના કાપડમાંથી ચિત્રો, ખાદીની દોરીમાંથી જુલા, ખુરશી, સોફા, ટેબલ લેમ્પ, વોલ હેંગીંગ, ગાદીના તકિયા- કવર વગેરે ખાદીનો ઉપયોગ કરી બનાવ્યા હતા.
આઈ.એન.આઈ.એફ.ડી. અને બી.એન.આઈ.ના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ ખાદી ફેશન શો અને ખાદી ઈન્ટીરીયર ડીઝાઈન પ્રદર્શનમાં બી.એન.આઈ.ના 250થી વધુ લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ સાહસિકોએ આત્મનિર્ભર બનવાના સંદેશ સાથે જોડાયા હતા.
ગાંધીજીના જીવનપ્રસંગો, આદર્શોમાંથી તેમજ કચ્છના હેન્ડલુમ્સ, જામનગરી બાંધણી, રાજકોટના પટોળાને લઈ ખાદી ફેશન ડીઝાઈન કરાઈ