રેસકોર્સમાં રિલાયન્સ કંપની દ્વારા થશે શરૂઆત
રાજ્યના 30 જિલ્લાના 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે
રાજકોટ મહાપાલિકા અને સ્ટેટ-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનું સંયુક્ત આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકા અને સ્ટેટ-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં રિલાયન્સ કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ આગામી તા. 5 મીને મંગળવારે શરુ થશે અને તેમાં રાજ્યના 30 જિલ્લાના 700 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહના પ્રમુખ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમહેમાન પદે મેયર પ્રદીપભાઈ ડવ, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, પરાક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનજી) ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, વિનુભાઈ ધવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા અને ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ સમારોહ તા. 5ને મંગળવારે રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સવારે 8-30 કલાકે યોજાશે. રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવતા ફૂટબોલ ખેલાડીઓને રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાપાલિકાના કમિશનર અમિત અરોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુણવંતભાઈ ડેલાવાળા, ક્ધવીનર ડી.વી.મહેતા, સ્ટેટ એસોસિએશનના મંત્રી મુળરાજસિંહ ચુડાસમા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા વગેરેએ ફૂટબોલ પ્રેમી જનતાને આ ટુર્નામેન્ટ નિહાળવા આમંત્રણ પાઠવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં સહયોગ તરીકે બાનલેબ્સ કમ્પની તેમજ જ્યોતિ સી.એન.સી. નો મુખ્ય સહયોગ રહ્યો છે.
આ ટુર્નામેન્ટની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મુળરાજસિંહ ચુડાસમા, ડી.વી. મહેતા મુકેશભાઈ બુન્દેલા, બી.કે.જાડેજા, રોહિતભાઈ બુન્દેલા, મુન્નાભાઈ બોરાશી, અજયભાઈ ભટ્ટ, જે.પી. બારાડ, રોહિતભાઈ પંડિત, જયેશભાઈ કનોજીયા, ફૂટબોલ એસોસીએશનના કમિટીના તમામ સભ્ય જહેમત ઉઠાવી રહ્યા છે.