વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારીના શિષ્ય વેદાંત વલ્લભદાસ સ્વામીએ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યોનો આક્ષેપ કર્યો : સમસ્ત સત્સંગ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ
જે બાબતે આજરોજ વડતાલ ગામના સ્થાનિક યુવા અગ્રણી મિતુલભાઈ પટેલ દ્વારા નડિયાદ ખાતે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ને આવા શાસ્ત્રી જેવા લંપટ ઉપર યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવતા સમસ્ત સત્સંગ સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સામે તેમના જ શિષ્ય વેદાંત વલ્લભદાસના આક્ષેપ બાદ વધુ એક હરિભક્તે કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીના કારણે સંપ્રદાય બદનામ થયો છે અને હરિભક્તોની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું છે.
- Advertisement -
આ અંગે વડતાલના મિતુલકુમાર પટેલે જિલ્લા પોલીસને રજુઆતમાં જણાવ્યું હતું કે, વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીના શિષ્ય વેદાંત વલ્લભદાસ સ્વામીએ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યોનો આક્ષેપ કર્યો છે. ગુરૂકુળમાં અભ્યાસ કરતા નાના બાળકો સાથે પણ ઘણી વાર આવા દુષ્કર્મો આચર્યા છે. આ બાબતે 32 પેજનો પત્ર પણ વાયરલ થયો છે. કોઇ શિષ્ય વિરોધ કરે તો તેનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. આ બધી વાતોથી સત્સંગ સમાજની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ પર ખોટા આક્ષેપ કરી સમાજની લાગણી દુભાઇ છે. આથી, કાયદાની રાહે તેમને સહકાર કરતાં લોકો સામે પણ પગલાં ભરવા જોઈએ. વડતાલ સ્વામિનારાયણ મંદિર હરિભક્તો અને સંતો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાં સંપ્રદાય બદનામ થયો છે. આથી, ઘનશ્યામ સ્વામી સામે કાયદેસર પગલાં ભરવા અમારી માગણી છે.
ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીના શિષ્યો સામે પણ પગલાં ભરવા માંગ
વડતાલના મિતુલ પટેલે અરજીમાં જણાવ્યું હતું કે, વેદાંત વલ્લભ સ્વામીએ વિડીયોમાં ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીના શિષ્ય દિવ્યવલ્લભ સ્વામી (નાવલી ગુરૂકુળ), રસિકવલ્લભ સ્વામી, નિષ્ક્રમવલ્લભ સ્વામી, વિજ્ઞાનવલ્લભ સ્વામી, વિજ્ઞાન સ્વરૂપ સ્વામી અને રણછોડ ભગત જેવા ઘણા સાથ અને સહકાર આપતાં હોવાથી કાયદા રાહે એ લોકોપણ એટલા જ ગુનેગાર છે.