પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતા અને વેલડ્રેસ વિજેતાને કલર ટીવી સાથે અનેક સરપ્રાઈઝ ગીફટ અપાશે
7000 ખેલૈયા રમી શકે તેવી ખાસ વ્યવસ્થા, સ્થળ પર પાસ મળી શકશે
- Advertisement -
રેસકોર્સ ગ્રાઉન્ડમાં સહિયર ગ્રુપના સથવારે ભવ્ય રાસોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા સમસ્ત કોળી સમાજને સાથે રાખીને સર્વે સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રી નિમિતે ભવ્ય રાસોત્સવ 19 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સાંજે 7 કલાકે યોજાશે. ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં વહેલાસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. રાજકોટનું નંબર વન ગ્રાઉન્ડ નામાંકિત સહિયર રાસોત્સવના ગ્રાઉન્ડમાં રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે શાહી જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. આ ભવ્ય રાસોત્સવમાં નામી અનામી ફિલ્મી કલાકારો, નિર્માતાઓ, ટીક-ટોક સ્ટાર, કોમેડી સ્ટાર, યુ-ટયુબર્સ તેમજ નામાંકિત ગાયક કલાકારો સાથે મળીને રાસોત્સવમાં રંગ જમાવશે. તેમજ સૌરાષ્ટ્રના લોકપ્રિય રાજકીય મહાનુભાવો, વિવિધ સમાજના ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, અલગ-અલગ ક્ષેત્રના ગર્વમેન્ટ કર્મચારીઓ અને ઉદ્યોગપતીઓ, બિલ્ડરો, વેપારીઓ, ડોકટરો, વકિલો, શિક્ષકો, પોલિસમિત્રો ઉપરિસ્થત રહેશે. તેમજ સહિયર રાસોત્સવની સમગ્ર ટીમના સથવારે ફોરેનર યુવક-યુવતીઓ આ રાસગરબામાં ભાગ લેશે. પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતાને કલર ટીવી તેમજ વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવશે. 7000 ખેલૈયાઓ રમી શકે તેવી વિશાળ વ્યવસ્થા. અદ્ભુત સાઉન્ડ સિસ્ટમ, રોયલ ફેમીલી માટે વીઆઈપી વ્યવસ્થા, સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સરનો બંદોબસ્ત. સ્થળ પર ટોકન દરે રાજકોટના તમામ દાંડીયારાસ કલાસીસના ખેલૈયાઓ માટે ટોકન દરે પાસ મળશે. આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા માટે જય વેલનાથ યુવા મંચના અધ્યક્ષ દેવભાઈ કોરડીયાના નેતૃત્વ હેઠળ મુખ્ય આયોજક ટીમ, સહ આયોજક કમીટી તેમજ સમસ્ત કોળી સમાજના એજયુકેટેડ પરિવારના યુવાનો, મહિલાઓ, હોટેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. અગાઉ પાસ મેળવવા માટે 9033518909, 9825833361, 8530311309 ઉપર સંપર્ક કરી શકાશે તેમ જય વેલનાથ યુવા મંચ ભવ્ય રાસોત્સવ ટીમનો સંપર્ક કરવો.



