સહિયરમાં લેઝર-શો આકાશને રંગીન બનાવતી ભવ્ય આતશબાજી સહિતના ઉત્સવો ઉજવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઓળખસમાન નવરાત્રી, સહિયર આ વર્ષે સિલ્વર જ્યુબિલી વર્ષ મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષને યાદગાર બનાવા માટે નવરાત્રીના નવે નવ નોરતે નવા ઉત્સવનો પ્રકલ્પ સહિયરમાં સિધ્ધ થવા જઈ રહ્યો છે. સહિયરના પ્રોજેક્ટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા તમામ આયોજકો સાથે રોજના ઉત્સવોની તડામાર તૈયારીઓ કરી રહયા છે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ નોરતે માં ના આગમનને વધાવવા માતાને પાલખીમાં બિરાજિત કરી વાજતે-ગાજતે ફુલેકા સામૈયા તથા પુષ્પવૃષ્ટિ કરી મંદિરમાં બિરાજિત કરાશે.
- Advertisement -
સહિયરની પરંપરા મુજબ હજારો ખલૈયાઓ ગરબીના આરંભ પહેલા માતાની આરતી કરી શકે તેવું આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ ગ્રાઉન્ડનો શણગાર કરાશે. સિલ્વર જ્યુબલીના આ વર્ષે કેક કટિંગ કરી ઉજવામાં આવશે. અતિ ભવ્ય લેઝર-શો આકાશને રંગીન બનાવતી ભવ્ય આતશબાજી સહિતના ઉત્સવો ઉજવાશે. સહિયર રાસોત્સવના ભૂતપૂર્વ આયોજકો-સહિયરના કિંગ-કિવનને બિરદાવી એમને સન્માનિત કરવામાં આવશે.
સમગ્ર પ્લાંનિંગને સિધ્ધ કરવા ચેરમેન સુરેન્દ્ર સિંહ વાળાના માર્ગદર્શન સાથે આયોજકો સર્વે ચંદુભાઈ પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, પ્રકાશ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કુણાલ મણિયાર, પિયુષ રૈયાણી, રવિરાજસિંહ જાડેજા, કરણ આડતીયા, અભિષેક અઢીયા, પ્રતીક જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલ નથવાણી, રાજવીરસિંહ ઝાલા, દીપકસિંહ જાડેજા, નિરવ પોપટ, દિવ્યરાજસિંહ જાડેજા, આકાશ કાથરાણી, અનીષ સોની, અભિષેક શુકલા, મામા સરકાર, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, વજુભાઇ ઠુમ્મર,જતીન ઓડસરા, યુવરાજસિંહ ચુડાસમા, શૈલેષ ખખ્ખર, નિલેશ તુરખિયા, ધર્મેશ રામાણી, મીત વેડિયા, મનસુખ ડોડીયા, સુનિલ પટેલ, અહેમદ સાંધ, શૈલેષ પંડયા, રવિ આડેસરા, તિર્થરાજસિંહ ગોહિલ તેમજ ડો. ઈન્દ્રવિજયસિંહ રાણા જહેમત ઉઠાવી રહયા છે.
સહિયર આ વર્ષે સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરાશે



