બીજું 15 દિવસ પછી આવશે; 2028 સુધીમાં આપવાના છે 83 એરક્રાફ્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ( HAL) નવેમ્બરમાં ભારતીય વાયુસેનાને બે તેજસ માર્ક-1અ ફાઇટર જેટ પહોંચાડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને યુએસ ડિફેન્સ કંપની ૠઊ એરોસ્પેસ તરફથી એક જેટ એન્જિન મળ્યું છે. બીજું એન્જિન આ મહિનાના અંત સુધીમાં (લગભગ 15 દિવસ પછી) પ્રાપ્ત થશે.
- Advertisement -
ફેબ્રુઆરી 2021માં સરકારે 83 તેજસ માર્ક-1અ ખરીદવા માટે ઇંઅક સાથે રૂ. 48,000 કરોડનો સોદો કર્યો હતો, પરંતુ અમેરિકન એન્જિનની ડિલિવરીમાં વિલંબને કારણે ઇંઅક હજુ સુધી એક પણ વિમાન પહોંચાડી શક્યું નથી. એવી અપેક્ષા છે કે 2028 સુધીમાં ઇંઅક બધા વિમાન વાયુસેનાને સોંપી દેશે. કઈઅ માર્ક 1અ એ તેજસ વિમાનનું અદ્યતન સંસ્કરણ છે. તેમાં એવિઓનિક્સ અને રડાર સિસ્ટમ્સ અપગ્રેડ કરવામાં આવી છે. કઈઅ માર્ક-1અના 65%થી વધુ ઉપકરણો ભારતમાં બનાવવામાં આવે છે. તેજસને ઇંઅક દ્વારા પણ વિકસાવવામાં આવ્યું છે. તે એક સિંગલ-એન્જિન લાઇટ ફાઇટર એરક્રાફ્ટ છે.19 ઓગસ્ટના રોજ, કેન્દ્ર સરકારે 97 કઈઅ માર્ક 1અ ફાઇટર જેટ ખરીદવા માટે ₹62 હજાર કરોડના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી હતી.
કઈઅ ખફસિ-1અ વાયુસેનાના ખશૠ-21 કાફલાનું સ્થાન લેશે. કઈઅ ખફસિ-1અ એ ભારતની એરોસ્પેસ અને મેક-ઇન-ઇન્ડિયામાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. તેને પાકિસ્તાન સરહદ નજીક રાજસ્થાનના બિકાનેરમાં નલ એરબેઝ પર તહેનાત કરવાની યોજના છે.
પીએમ મોદીએ તેજસમાં પણ ઉડાન ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બર 2022ના રોજ બેંગલુરુમાં તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. આ ભારતીય વડાપ્રધાનની ફાઇટર પ્લેનમાં પહેલી ઉડાન હતી. તેજસમાં ઉડાન ભરતા પહેલા, મોદીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક)ની પણ મુલાકાત લીધી હતી.
ઇંઅક પાસે પહેલા ઓર્ડર માટે 2028 સુધીનો સમય છે
ઇંઅક પાસે 83 વિમાનો પહોંચાડવા માટે 2028 સુધીનો સમય છે. ઇંઅકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડીકે સુનિલે જણાવ્યું હતું કે ડિલિવરીમાં વિલંબ માટે ઈન્ડસ્ટ્રીને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે,પરંતુ આ વિલંબ ટેકનિકલ ખામીને કારણે થયો છે. હવે તે ઉકેલાઈ ગયો છે.
કઈઅ ખફસિ-1અ મિગ સીરિઝનાં વિમાનનું સ્થાન લેશે
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે 97 વિમાનોનો નવો પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાને તેના મિગ-21 વિમાનોના કાફલાને બદલવામાં મદદ કરશે. ભારતીય વાયુસેનામાં 62 વર્ષ સેવા આપ્યા બાદ, મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ 19 સપ્ટેમ્બરના રોજ રિટાયર થશે.