અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: અત્યાર સુધીમાં 120 લોકોના મૃતદેહ બહાર કઢાયા
આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું.
- Advertisement -
આ પ્લેનમાં 242 પેસેન્જર – ક્રુ મેમ્બર સવાર હતા
અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી બચાવ – રાહત કામગીરી માટે ગઉછઋની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી
પ્લેન જ્યાં ક્રેશ થયું છે તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટર માટેની હતી, ત્યાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
- Advertisement -
અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડિંગ પર પ્લેન પડ્યું, 50-60 ઈન્ટર્ન ડોક્ટર હતા: 6ના મૃતદેહ મળ્યા
એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન એક નર્સે જણાવ્યું હતું કે, આ હોસ્ટેલ ઈન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદર 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1 , 2 , 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું. આ બિલ્ડિંગમાંથી 6ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસે જાહેર કર્યો ઇમરજન્સી નંબર અમદાવાદ પ્લેન ક્રેશ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર – 0792562035
મોદી-શાહ અમદાવાદ આવવા રવાના
અમદાવાદ પ્લેન ક્રેશમાં 125ના મોત થયા છે. આ તરફ એરપોર્ટ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સમાચાર સામે આવ્યા છે કે, ઙખ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે.
પાઇલટે ક્રેશ પહેલા સિગ્નલ આપ્યો હતો પણ…
ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. અકસ્માત સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. દરમિયાન વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે દુર્ઘટના પહેલા વિમાનના પાયલોટે નજીકના અઝઈને એક સંકેત મોકલ્યો હતો, જે ખતરાની નિશાની હતી અને તેના થોડીવાર પછી વિમાન ક્રેશ થઈ ગયું.