રાજકોટમાં દર્દી અને ડૉક્ટરની સાંઠગાંઠથી 40 લાખનો ક્લેઇમ પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ
પેરેલિસિસની અસર હોવાથી ચાલી નહીં શકતો શખ્સ બાઇક લઈને નીકળ્યો: એજન્સીના લોકોએ વૉચ ગોઠવી વિડીયો ઉતારી લેતા ભાંડો ફૂટ્યો
- Advertisement -
દેણું વધી જતાં પૈસા કમાવવા પ્લાન ઘડ્યો હોવાની આપી કબૂલાત
હોસ્પિટલના કર્મચારીઓ સહિતના સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદના પ્રહલાદ નગરમાં રહેતા ડો.રસ્મિકાંત જયંતીલાલ પટેલ ઉ.38એ રાજકોટની કેવલમ કિંગડમમાં રહેતા મયુર કરસનભાઇ છુંછાર અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથરાણી તથા સમર્પણ હોસ્પિટલના તપાસમાં ખૂલે તે સ્ટાફ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે ફિનિકસ અસ્યોરન્સ પ્રાઈવેટ લીમીટેડનો સ્થાપક અને મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવું છુ અમારી કંપની વિ વિધ લીડિંગ ઇન્શ્ર્યોરન્સ કંપનીઓ માટે થર્ડ પાર્ટી ચકાસણી એજન્સી તરીકે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે ટુંકમાં થર્ડ પાર્ટી વીમા ઓડીટીંગનું કામકાજ કરીએ છીએ અમે ચકાસણી કર્યા બાદ વીમા કંપનીને રિપોર્ટ કરીએ ત્યારે વીમા કંપની દાવો કરનાર વ્યક્તિને ક્લેઇમ ચુકવવો કે નહીં તે બાબતે નિર્ણય લે છે. મારી પાસે ICICI Lombard General Insurance Company વીરસાવરકર માર્ગ સિધ્ધી વિનાયક મંદીર પાસે પ્રભાદેવી મુંબઇ 400025 નો છેલ્લા 10 વર્ષથી વીમા ક્લેઈમની ચકાસણીનો કોન્ટ્રાક્ટ મળેલ છે.
ગઇ તા.06/05/2024 ના રોજ¡ ICICI Lombard General Insurance Company, વીરસાવરક 2. માર્ગ સિધ્ધી વિનાયક મંદીર પાસે પ્રભાદેવી મુંબઇ તરફથી એક દાવા માટે વેરિફિકેશન માટે અમારી કંપનીમાં જાણ કરવા માં આવેલ હતી અને અમોને દાવેદારનું નામ તથા તેને કઇ બિમારી હતી કઈ હોસ્પિટલમાં દાખલ થયેલ તે બાભતે બધી માહીતી ઈ-મેઈલ મારફતે આપેલ જે જોતા દર્દી મયુર છુછાર ઉ.વ.30 વર્ષ રહે. 202, એમપાઈર – કેવલમ કિંગડમ, વોરા સોસાયટી, માધાપર ચોકડી, રાજકોટ: 360006. જેઓએ¡ ICICI Lombard General Insurance Companyમાં વિમા પોલીસી નંબર 4191/311015183/00/000 અને દાવા નંબર SCM054736033 છે. દાવાની કુલ રકમ રૂ.40,00,000 હોય જેઓનું આધાર કાર્ડ તથા પાનકાર્ડ તથા પોલીસી કોપી, કલેમ ફોર્મ કોપી, C-KYC ફોર્મ, શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટનું દર્દીનું ઇન્ડોર કેશ પેપર, રાજકોટ સીવીલ હોસ્પીટલ સહયોગ ઇમેજીંગ સેન્ટર માં પેશન્ટે કરાવેલ MRI ના રીપોર્ટ, સદગુરુ લેબોરેટરીના બ્લડ રીપોર્ટ તથા ડિસ્ચાર્જ સમરી તથા હોસ્પિટલનુ તથા મેડી કલનુ મિલ વિગેરે મુંબઈ ખાતે તા.30/04/2024 ના રોજ મોકલેલ હોય જે કાગળોનો અભ્યાસ કરતા સારવાર કરનાર ડો. મનોજ સીડા (MD) G-43677નાઓ કેશ પેપરમાં જણાવેલ હતુ કે દર્દી મયુર છુંછારને શરીરમાં જમણી બાજુ પેરાલીસીસની અસર જોવા મળે છે તેમ જણાવેલ પરંતુ શ્રી સમર્પણ હોસ્પીટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલ ન હતુ તેમજ દર્દીએ એમ. આર. આઇ. રિપોર્ટ સીવીલ હોસ્પીટલ સંકુલમાં આવેલ સહયોગ ઇમેજીંગ સેન્ટમાં કરાવેલ હતો પરંતુ ત્યાં કોઈ ઘઙઉ થયેલના કાગળો સામેલ ન હતા અને ખછઈં કરાયા બાદ દર્દીએ શ્રી સમર્પણ હોસ્પીટલમાં સારવાર લીધેલ હતી તથા ક્લેઇમ ડોક્યુમેન્ટમાં સામેલ સદગુરૂ લેબોરેટરી રિપોર્ટમાં સમય તા.17/04/2024 ના સવારના 1 1843 નો બતાવેલ અને શ્રી સમર્પણ હોસ્પીટલમાં દર્દીનો દાખલનો સમય તા. 17/04/2024ના સાંજના કલાક 03/00 વાગ્યે બતાવેલ જેમાં ડો. મનોજ સીડાના ક્ધસલ્ટેશન પેપરમાં ડોક્ટર સાહેબે બ્લડ ટેસ્ટ પ્રિસ્ક્રાઈબ (સલાહ) કરેલ છે પરંતુ તે જ રિપોર્ટ સદગુરૂ લેબોરેટરીમાં તા.17/04/2024 ના સવારના 11/43 વાગ્યે થઇ ચુકેલ હતા જેથી મને વધુ શંકા ગયેલ. તેમજ દદી મથુર છુંછારનો MRIરિપોર્ટ જોતા જેમાં MRI રીપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ અ ને સ્ટોકની અસર થયેલ છે.
તેમ જણાવેલ હોય અને રીપોર્ટની નીચે રેડીયોલોજીસ્ટની સહી છે પરંતુ સહી કરનાર રેડીયો લોજીસ્ટ ડોક્ટરનું નામ રીપોર્ટમાં લખેલ ન હોય જેથી મને શંકા ગયેલ કે આ રિપોર્ટ ખોટા બનાવેલ છે ગઇ તા.31/05/2024 ના રોજ હું તથા ડો.રાજદીપ પરમાર દર્દી મયુર છુંછારના ઘરે તપાસ કરવાની હોય જેથી અમો તેને ફોન કરીને તેના ઘરે તપાસ કરવા માટે ગયેલ અને મયુર છુંછાર પોતાના ઘરમાં લંગડાતો ચાલતો હતો અને તેની પુછપરછ કરતા અમને જણાવેલ કે હું ક્રીકેટ રમતો હતો તે વખતે મને ચક્કર આવતા મે રાજકોટ સહયોગ ઇમેજીંગ સેન્ટ રમાં ખછઈં કરાવેલ બાદમાં હું રાજકોટ શ્રી સમર્પણ હોસ્પિટલમાં ત્રણેક દિવસ દાખલ રહેલ પેાલીસીસની અસર છે હાલ મને આસમ કરવાની ડો. સાહેબે સલાહ આપેલ છે જેથી હું ઘરે આરામ કરુ છુ. તે વખતે આ મયુરને એક ઇસમ પકડીને ચલાવતો હતો જેનો વીડીયો અમે ઉતારેલ હતો અને અમારે તપાસના જરૂરી ફોર્મ ભરવાના હોય તે વખતે આ કસરત કરાવનાર ઇસમે અમને જણાવેલ કે હું ફીજીયોથેરાપીસ્ટ ડોક્ટર છુ અને મારૂ નામ અંકીત હિતેષભાઈ કાથરાણી (લોહાણા) છે અને હુ માધાપર ચોકડી પાસે રાજકોટ ખાતે રહુ છુ અને હાઇટેક ફીજીયોથેરાપીસ્ટ સેન્ટર 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે ચલાવું છુ અને હું મયુરભાઈને કસરત કરાવવા આવુ છુ તેમ વાત કરી કલેમ અંગેના આ ડો. અંકીતભાઇએ અંગેજીમાં ફોર્મ ભરેલા અને આ મથુરભાઈ કોઈના ટેકા વગર હરી ફરી શકતા નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી કોઈની મદદ વગર કપડાં બદલી શકતા નથી કે નાહી શકતા નથી તેવુ અંકીતભાઇએ ફોર્મ ભરેલ હતુ અને સાક્ષીમાં પોતાની સહી કરે લી હતી જેથી અમને આ બાબતે શંકા જતા હું તથા ડો.રાજદીપ પરમાર તપાસ કરવા માટે મયુર છુંછારના ઘરની બહાર અમો ખાનગી કારમાં છુપાઈને ચારેક કલાક બેકેલ હતા અને સાંજના છએક વાગ્યે ઘરેથી મોટર સાયકલ લઇને નીકળેલો જેથી અમો પણ તેની પાછળ પાછળ અમારી કાર લઈને નીકળેલા અને એકાદ કિલોમીટર દૂર રજવાડી ટી સ્ટોલ આવતા મયુર મોટર સાયકલ સાઈડમાં ઉભી રાખી અને આ હોટલે ગયેલો અને ત્યાં ચા બનાવવા લાગેલો જેથી અમોએ તેનો ચા બનાવતો વીડીયો ઉતારી લીધેલી અને બાદમાં અમો મયુર પાસે ગયેલા અને તેને જણાવેલ કે “મયુર હવે તું પકડાઈ ગયેલ છો જે સાચું હોય તે અમને જણાવ” જેથી મયુરે કહેલા કે ઉભા રહો સાહેબ મારા વિમાના કાગળો ડો. અંકીતભાઈ એ કરેલ છે હું તેમને બોલાવું અને તેને ફોન કરતા ડો. અંકીત થોડીકવારમાં આવી ગયેલ અને ડો. અંકીતે કહેલ ભોલો સાહેબ શું કરવાનું છે જેથી અમોએ કહેલ કે આ મયુરએ પેરાલીસીસની હકિકત ખોટી જણાવેલ છે અને અમોએ તેનો વીડીયો ઉતારી દીધેલ છે તો આ ડો. અંકીતે કહેલ કે સાહેબ કાંઈ પતાવટ કરો તેમ કહી મયુરભાઈ તથા અંકીત થોડે દુર ગયેલા અને થોડીવાર ચર્ચા કરી અમારી પાસે પાછા આવેલા અને અંકીતભાઈએ કહેલ કે, હવે મયુરને પોલીસી કલેઇમના પૈસા નથી જોઇતા અને ક્લેઇમ વીડ્રો કરવી છે જેથી અમોએ કહેલ કે તમો અમને લેખિત આપી દો જેથી આ અંકીતભાઈએ તેમના અક્ષરમાં અંગ્રેજીમાં કલેઇમ વીડ્રોનો રિપોર્ટ લખેલ હતો અને મયુર તેની નીચે સહી કરેલ હતી અને ડો.અંકીતે કહેલ કે સાહેબ હવે પુરું કરો આગળ વધતા નહીં આ મયુરને દેવું થઈ ગયેલ હતુ જેથી અમે આવું કામ કરેલ હતું અને હવે પછી આવી ભૂલ નહીં થાય તેવું કહેલ હતું, ત્યાર બાદ અમો ત્યાથી નીકળી ગયેલા હતા ત્યારબાદ સાંજના આશરે સાતેક વાગે હું તથા ડો. રાજદીપ પરમાર શ્રી સમર્પણ હોસ્પિટલમાં દર્દી મયુર છુંછાર વિશે તપાસ કરવા ગયેલ કે આ પેશન્ટ ખરેખર હોસ્પિટલમાં દાખલ થયેલ છે કે નહી અને સારવાર કરનાર ડો.મનોજ સીડાનાઓ સાથે મુલાકાત કરવી છે જેથી હોસ્પિટલના રીશેપ્શના કોઈ સ્ટાફે જણાવેલ કે ડો.મનોજ સીડા હાજર નથી અને આ પેશન્ટ હોસ્પિટલમાં દાખલ હતો જેથી મે હોસ્પિટલના સ્ટાફ પાસે દર્દી મયુર છુંછારના સારવારની ટુ-કોપી(ખરી નકલ) માંગે લ અને હાજર સ્ટાફે થોડીક વાર બાદ મને દર્દી મયુર છુંછારના સારવારના કાગળોની નકલ જેમાં શ્રી સમર્પણ હોસ્પીટલ ના સીક્કા મારેલ હતો તે આપેલા જે કાગળો જોતા જેમાં ડોકટર મેહુલ સોલંકીએ દર્દી મયુર છુંછારને પેરાલીસીસની સારવાર આપેલ હોય તેના કાગળો હતા જેમાં મેહુલ સોલંકી (ખઇઇજ ઉઝઈઉ) રજી નં. ૠ-32055ને કેસ પેપરમાં શરીરમાં ડાબી બાજુ પેરાલીસીસની અસર જણાય આવેલ અને ખછઈં તથા લોહીના રીપોર્ટ કરવાની સલાહ આપેલ હતી તેમ લખેલ હતુ જે દાવા માટે દર્દી મયુરા છુંછારે વિમા કંપનીમાં ડો.મનોજ સીડાએ પેરાલીસીસની અસર બાબતે કરેલ સારવારના કાગળો અપલોડ કરેલ હતા અને મને શ્રી સમર્પણ હોસ્પિટલના સ્ટાફ તરફથી ડો.મેહુલ સોલંકીએ દર્દી મયુર છુંછારને પેરાલીસીસની અસર હોય તે બાબતે કરેલ સારવારના કાગળોની નકલ આપેલ હતી જેથી આ એક જ દર્દીની બે અલગ-અલગ ડોક્ટરની સારવારના કાગળો જોતા મને શંકા ગયેલ હતી.
ત્યારબાદ તા. 19/06/2024 ના રોજ હું તથા ડો.રાજદીપ પરમાર તથા મહોમદ આરીફ એમ અમો ત્રણેય રાજ કોટ સીવીલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં દર્દી મયુર છુંછારે રજુ કરેલ ખછઈં બાબતે તપાસ કરવા માટે ગયેલ અને ત્યાથી મને રાજકોટ સહયોગ ઇમેજીંગ સેન્ટરના ડાયરેકટર નીલીમા ગર્ગનાઓ મળેલ અને દર્દી મયુર છુંછારનો તા. 17/04/2024 નો સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં કરાવેલ ખછઈં ના રિપોર્ટની નકલ દેખાડેલ અને પૂછેલ કે આ રીપોર્ટ તમારા સેન્ટરનો છે કે નહી ? જેથી નીલીમા ગર્ગએ મને લેખીતમાં આપેલ કે તમે જે મયુર છુંછારનો રીપોર્ટ બતાવો છો તે અમારી રાજકોટ વાળી સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં રિપોર્ટ થયેલ નથી. જેથી સહયોગ ઇમેજીંગ સેન્ટરનો રિપોર્ટ પણ બનાવટી હોવાનો અને અમારી જોડે સાચા તરીકે રજુ કરેલ હતો જેથી આ મયુર કરશનભાઈ છુંછાર રહે, 202, એમ્પાયર, કેવલમ કિંગ્ડમ વોરા સોસાયટી, માધાપર ચોકડી રાજકોટ શહેર તથા ફીજીયોથેરાપીસ્ટ ડો. અંકીત હિતેષભાઈ કાથરાણી (લોહાણા) હાઇટેક ફીજીયોથેરાપીસ્ટ રહે. માધાપર ચોકડી પાસે રાજકોટ શહેરનાઓએ ભેગા મળીને મયુર છુંછારની ઈંઈઈંઈઈં કજ્ઞળબફમિ ૠયક્ષયફિહ ઈંક્ષતીફિક્ષભય ઈજ્ઞળા ફક્ષુ ઈજ્ઞળાફક્ષુની ક્રીટીશીલ્ડ પ્લસ પોલીસી 4191/311015183/00/000ની કઢાવી પોતાને તેની સારવાર શ્રી સર્મપણ હોસ્પિટલ લાખના બંગલા રોડ રામાપીર ચોકડી પાસે ગાંધીગ્રામ 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે કરાવી રૂ.40,000,00/-ની પોલીસી કલેમની રકમ મેળવવા માટે દાવા નં. જઈખ054736033 દાખલ કરી સહયોગ ઇમેજીંગ સેન્ટર સીવીલ હોસ્પીટલ રાજકોટ ની ખોટા ખછઈં એન્જીયોગ્રાફી તથા ખછઈં બ્રેઈન રજૂ કરી તથા શ્રી સમર્પણ હોસ્પિટલનાં ડો. મેહુલ સોલંકી (ખઇઇજ) ઉઝઉઈ રજી નં. ૠ-32055 નાઓએ તા.17/04/2024 ના રોજ કરેલ સારવારના કાગળોમાં ડાબી બાજુ પેરાલીસીસની અસર થયેલનુ તથા ડો.મનોજ સીડા (ખઉ ફિજિશિયન) ૠ-43677 નાઓના તા. 17/04/2024 ના રોજ કરેલ સારવારના કાગળોમાં જમણી બાજુ પેરાલીસીસની અસર થયેલના બે વિરોધાભાસી ક્ધસલ્ટેશનના કાગળો રજૂ કરી રૂ. 40,000,00/-નો ઇન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવાનો કૃત્ય કરી જે કલ્સન્ટેશન કાગળો તથા ખોટા ખછઈં રિપોર્ટ રજૂ કરી જેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હાતીત કાવતરૂ રચી છેતરપીંડી કરેલ હોય જેથી આ મયુર કરશનભાઈ છુંછાર તથા ડો. અંકીત હિતેષભાઈ કાથરાણી હાઇટેક ફીજીયોથેરાપીસ્ટ તથા શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટના જબાદાર કર્મચારી તથા તપાસમાં ખુલે તે તમામ ખૂલે તેણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મયુરને સકંજામાં લઈ પૂછતાછ કરતાં દેણું વધી જતાં ડોક્ટર અંકિત સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.