મહાસાગરોનાં ગરમ થવાથી ઝડપથી પિગળતા ગ્લેશિયરો
1996થી અત્યાર સુધી સમુદ્રનું જલસ્તર 3.97 ઈંચ વધ્યું
- Advertisement -
દુનિયાનાં મોટા શહેરો લંડન, નેધરલેન્ડ, બેન્કોક, બસરાનો મોટો ભાગ દરિયામાં વિલીન થઈ જશે
ધરતીનું તાપમાન વધી રહ્યુ છે અને તેની સૌથી મોટી અસર મહાસાગરો પર જોવા મળી રહી છે. નાસાના તાજેતરનાં રિપોર્ટ મુજબ 2024માં સમુદ્રનું જલસ્તર આશાથી વધુ ઝડપથી વધ્યું જેથી મુંબઈ સહિત સેંકડો તટીય શહેરોના ડૂબવાનો ખતરો વધી ગયો છે.
આવનારો દાયકો વિકરાળ હશે:
વૈજ્ઞાનિકોએ તેને ધીમી તબાહી કહી છે. જે વિકરાટ રૂપ ધારણ કરી શકે છે. નાસાએ 2024માં સમુદ્રનાં જલસ્તરમાં 0.17 ઈચના વધારાનું અનુમાન લગાવ્યુ હતું પણ અસલમાં તે 0.23 ઈંચ વધી ગયુ હતું.
- Advertisement -
નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવ્યા:
આ અંતર મામુલી નથી કારણ કે જલસ્તરની આ ઝડપનો મતલબ છે કે મહાસાગરો વધુ ગરમ થઈ રહ્યા છે અને ગ્લેશીયર ઝડપથી પિગળી રહ્યા છે.નાસાના વૈજ્ઞાનિક જોશ વિલીસે ચેતવણી આપતા જણાવ્યું છે કે દર વર્ષે જલસ્તરમાં ફેરફાર થાય છે. પરંતુ હવે તે અગાઉથી વધુ ઝડપથી વધી રહ્યા છે.
પરિસ્થિતિ વધુ બગડશે:
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 1996 થી અત્યાર સુધી સમુદ્રનું જલસ્તર 3.97 ઈંચ વધી ચુકયુ છે.પરિસ્થિતિ આવી જ રહી તો 2040 સુધીમાં તેમાં 2.75 વધુ વધારો થઈ શકે છે.
તો ઝીરો એક માત્ર ઉપાય:
યુનિવર્સીટી ઓફ રીડીંગનાં જલવાયુ વૈજ્ઞાનિક પ્રોફેસર રિચર્ડ એલને આ સ્થિતિને ‘ધીમી પરંતુ નિશ્ર્ચિત’ તબાહી કહી છે.
મુંબઈ સહિત અનેક શહેરોમાં ખતરો:
જો આ પરિસ્થિતિ દુનિયાનાં અન્ય મોટા શહેરો જેમ કે લંડન, નેધરલેન્ડ, બેન્કોક, બસરાનો મોટો ભાગ દરિયામાં સમાઈ શકે છે. અમેરિકામાં ન્યુ ઓરલિયન્સ અને ચાર્લ્સટન જેવા વિસ્તારો પણ ડુબવાના આરે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે, ભારતમાં મુંબઈ સહિત અન્ય તટીય શહેરો પર પણ ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. જો ગ્લોબલ વોર્મિગને રોકવામાં ન આવ્યુ તો આ તબાહી વિકરાળ થઈ શકે છે.