રાંધેલો ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલો ઈચ્છનીય છે તે બાબતે વિશ્ર્વ સ્તરે વ્યાપક સંશોધન જરૂરી છે
રાંધેલો ખોરાક જ જો મનુષ્ય માટે ઇષ્ટ છે તો તે માનવીને કેટલો વધુ માનવીય બનાવે છે?
- Advertisement -
પશુઓ પૂરો દિવસ ખોરાકની શોધમાં ભટક્યા કરે છે અને માનવી પોતાને આસાનીથી મળી ગયેલા ખોરાકને સજાવવા ધજાવવામાં પૂરો સમય વિતાવી દે છે..જાત જાતની વાનગીઓ વિકસાવવામાં માનવ સભ્યતાના વિકાસનો ઘણો મોટો હિસ્સો ખર્ચાઈ ગયો છે.રસોડું અને રસોઈ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે.રસોડામુક્ત જીવનની કલ્પના ન તો કેવળ મુશ્કેલ છે બલ્કે સામાન્ય માણસની દૃષ્ટિમાં તે હાસ્યાસ્પદ બની રહે તેવી બાબત છે..કદાચ તે બિહામણી પણ છે.. શરીર માટે ખોરાકની જરૂરિયાતના સંદર્ભમાં તેની સાથે માનવીનો નાતો ખોરાક સાથે પશુઓના નાતથી અલગ બિલકુલ ન જ હોઈ શકે..આ વાત તાર્કિક છે અને સત્ય છે.. પરંતુ, ખોરાક ને રસોઈની પ્રક્રિયા સાથે જોડવામાં આપણે ખાસ્સી અક્કલ અને કલ્પનાશક્તિ કામે લગાડી છે.. કીડીથી લઈને હાથી સુધીના સજીવોને જો કાચો ખોરાક જો પચી જતો હોય તો માનવીએ વળી એવા ક્યાં કાળા કામ કર્યા છે કે તેને પ્રભુએ રસોઈના ધંધે લગાડી દીધી? એવો તે ક્યો શ્રાપ હશે કે તેણે રસોઈ બાબતે આટલું ચિંતન કરવું પડે…!?! “રાંધ્યા વિનાનો ખોરાક માનવીને ન પચે”, આ કથન માં છુપાયેલું જે સત્ય છે તે એટલું જ છે કે રાંધેલો ખોરાક ખાવામાં જીવન પર્યતના અભ્યાસના કારણે માણસ કાચો ખોરાક પચવાની ક્ષમતા કામચલાઉ રીતે ગુમાવી બેસે છે..પરંતુ બીજી બાજુ એક પૂર્ણસત્ય એ પણ છે કે રસોઈની સમગ્ર પ્રક્રિયા દરમિયાન 60થી 98 ટકા પોષક તત્વો નાશ પામે છે..એટલે જ માનવી પૃથ્વી પરના કેટલાક સહુથી કમજોર જાનવરો માંહે એક છે.સિંહ વાઘ તો હવે ખાસ રહ્યા પણ નથી પરંતુ માણસ તો બકરી કે કૂતરાથી પણ ડરે છે..નાના એવા જીવડાં કે વંદા ને જોઈ શહેરની સ્ત્રીઓ કૂદકા મારવા લાગે છે અને પોતાના આ ભય, આ કમજોરી ને પોતે સભ્ય સમાજનું અસ્તિત્વ હોવાનો પુરાવો માને છે. જો કે માણસ ધારે તો કાચો ખોરાક ખાવા માટે વ્યક્તિગત રીતે પોતાની જાતને સક્ષમ બનાવી શકે છે..અને એ જ તો જરૂરી પણ છે..આ પૃથ્વી પર માણસ સિવાય ખોરાકને કોઈ રાંધીને ખાતું નથી..કોઈ પણ વસ્તુ રાંધીને ખાવાથી જ જો પચતી હોય તો સમજવાનું કે તે માનવી માટેનો ખોરાક નથી..( ઘઉં ચોખા જેવા અનાજ ) જીવનમાં એક અનિષ્ટને લઈ આવો એટલે તે બીજા કેટલાક અનિષ્ટને પોતાની જાતે જ આમંત્રણ પાઠવી દે છે એ સત્યને સાર્થક કરતા આપણે જ્યારે અનાજ ખાઈએ છીએ ત્યારે તેની સાથે રાંધેલા શાકની પણ જરૂર પડે છે..કારણકે આપણે કોરું અનાજ ખાઈ શકતા નથી. આપણે તે કોરું ખાઈ શકતા નથી એ બાબત જ તે વાત પુરવાર કરી દે છે કે અનાજ માનવી માટેનો ખોરાક નથી..આ પુર્ણસત્ય છે અને હું પૂર્ણસત્ય સિવાય કાઈ જ કહેતો નથી.પરંતુ તે ઘણો લાંબો વિષય છે અને વળી અન્નાહારને આયુર્વેદનું સમર્થન છે તથા, આપણે ત્યાં તમે ભગવાન રામ કે ભગવાન કૃષ્ણની ભૂલ કાઢી શકો પણ આયુર્વેદ એક એવી બાબત છે જેમાં કાંઈક ખોટું હોવાનું તમે ન કહી શકો.ભલે હજારો વર્ષથી તેમાં કોઈ માતબર સંશોધન ન થયું હોય, ભલે હજારો વર્ષથી કોઈ નવા ઋષિ ન પાક્યા હોય!
એની વે! મૂળ વાત કરીએ, વાસ્તવમાં માનવ જીવનના તાણાવાણામાં અદભૂત રીતે ગૂંથાઈ ગયેલી ખોરાકને રાંધવાની વાત તેને ચાવવાની આળસમાંથી પેદા થઈ હોવાની પૂરી સંભાવના છે.પાકશાસ્ત્રના ઉદભવ અને વિકાસ ના મૂળમાં ભૂખ નહી બલ્કે ભૂખનો અભાવ છે..કોઈ ખેડૂત કે મજૂરને તમે ક્યારેય પોતાનું ભોજન ગારનીશિંગ કરતા નહી જોયો હોય.પરંતુ ખોરાકને આપણે જ્યારે રાંધી છીએ ત્યારે ન તો કેવળ તે પોતાના અમૂલ્ય પોષક તત્વો ગુમાવી બેસે છે બલ્કે પોતાના મૂળભૂત સ્વાદ અને સુગંધ પણ બેસે છે.દાળ રોટલી કે શાક કે અન્ય કોઈ પણ વસ્તુ રંધાતી હોય ત્યારે તેમાંથી એક સરસ સુગંધ છૂટે છે.આ બાબત વિશે સમજવા જેવી વાત એ છે કે, કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ ત્યારે પ્રકૃતિએ, તેમાં ઠાંસોઠાંસ ભરેલી સુગંધ બહાર આવે છે. પરંતુ સુગંધનું આ છૂટવું કોઈ પણ પદાર્થના સંપૂર્ણ નાશ પહેલાની ઘટના હોય છે.તમે નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે ખોરાક ને રાંધતી વખતે જે સુગંધ આવતી હોય છે તે સુગંધ તે બની ગયા પછી પ્લેટ માં પીરસો ત્યારે નથી આવતી.ગરમાગરમ શાક કે દાળ વિગેરેની પ્લેટ સુંઘો તો તેમાંથી જે સુગંધ આવે તે મરી મસાલાની હોય છે, મૂળ શાક દાળ કે જે તે અન્ય વસ્તુની નહી.અને મૂળભૂત ખોરાક કરતા મરી મસાલાના પદાર્થ તરીકેના ગુણધર્મો ઘણા અલગ હોય છે..અગરબત્તી પેટાવો ત્યારે માર્ક કરજો, ધુમાડો ટોપ પર જ્યાં સળગતું હોય ત્યાંથી નથી નીકળતો બલ્કે એ નાના એવા અગ્નીબિંદુ નીચે શેકાતા માવામાંથી નીકળતો હોય છે અને અગરબત્તી સળગી જાય પછી તેની રાખ, એટલે કે મૃત અગરબત્તી માંથી કોઈ સુગંધ આવતી હોતી નથી.બ્રેડ બનતી હોય, રોટલી શેકતી હોય ત્યારે જે સુગંધ આવે છે તે સુગંધ અર્ધી કલાક પછી પણ નથી હોતી..
એ જ રોટલી ને તમે ફરી ગરમ કરશો તો તેમાંથી જે થોડી ઘણી સુગંધ છૂટે છે તે તેમાં ચોપડેલા ઘી અને તેની અંદરના તેલની મિશ્ર સુગંધ હોય છે, લોટ ની નહી.અને તે જ રોટલી ને સુગંધ છૂટ્યા પછી થોડો સમય વધુ ગરમ કરો તો તે બળી ને રાખ થઈ જાય. પ્રકૃતિ સર્વશક્તિમાન છે, તે જે ઈચ્છે તે કરી શકે છે તો પછી ઘઉં ચોખા શાકભાજી વિગેરેથી રાંધતી વખતે જે સુગંધ છૂટે છે તે સુગંધને પ્રકૃતિએ જે તે ખાદ્ય પદાર્થ માં સક્રિય રીતે બહાર રાખવાને બદલે છુપાવીને કેમ રાખી હતી..? હકીકતમાં ગંધ સુગંધ સોડમ એ કેવળ એક આહ્લાદક અહેસાસ નથી બલ્કે તે સુગંધની ભીતર અનેક સુક્ષ્મ છતાં અત્યંત મહત્વપૂર્ણ અભિયાન ચલાવવાની ક્ષમતા, પ્રોગ્રામ પ્રકૃતિએ મૂક્યા હોય છે…તેને કાચા ખોરાક વાટે આપણો ભીતર જવા દઈ ચમત્કારો પેદા થવા દેવાના હોય છે પરંતુ આ સુગંધ આપણે હવામાં વહેતી મૂકી દઈએ છીએ….! આપણે કોરું અનાજ નથી ખાઈ શકતા, તે રાંધેલું હોય તો પણ! માટે જ આપણે રોટલી સાથે શાક કે તેવી અન્ય કોઈ પોચી રસદાર વસ્તુ જોઈએ છે..આ વાત આગળ આપણે જોઈ. પરંતુ વિડંબના એ છે કે આ શાકમાંથી પણ આપણે રસોઈ દરમિયાન તેના રસ ઉડાડી દીધા હોય છે, તે બફાવાથી કે શેકાવા સંતલાવાથી તેનું મૂળ પોત ચાલ્યું ગયું હોય છે તેથી તેમાં મરી મસાલા ની જરૂરત પડે છે..આવો રાંધેલો ખોરાક શરીરમાં પ્રોસીડ કરવા મરી મસાલા વિગેરેની થોડી ઘણી જરૂરત પડે જ છે પરંતુ કેટલાક લોકો એ પણ સહન કરી નથી શકતા તો કેટલાક મરી મસાલાથી જે તે વ્યંજન ને ભરી દે છે. આ બધા રાંધેલા ખોરાક ના અનિષ્ટો છે..રાંધવાથી ફિકી પડેલી રસોઈને સ્વાદ આપવા મસાલા ની જરૂર પડે છે.મસાલા કોરા ન ચાલે એટલે તેમાં મીઠું જોઈએ ગલાશ જોઈએ..તમે નિરીક્ષણ કરશો તો એ પણ ખ્યાલ આવશે કે બાફેલા શાકભાજી તમે હજુ પણ કાઈ જ નાખ્યા વીના ખાઈ શકો પણ તેમાં થોડું એવું મરચું નાખો એટલે તરત મીઠું જોઈશે..આ નમક અને મરચા વિગેરેનું વારંવાર નું સંયોજન શરીરમાં નવી વસ્તુ માટેની ડિમાન્ડ પેદા કરે છે. શાકને વધારવા આપણે હિંગ રાઈ જીરું વિગેરે વાપરીએ છીએ, તે રાઈ જીરું વિગેરે તો બળી જાય છે..શરીર માટે તેનો ખપ શું? થોડા દિવસ અત્યંત ઓછા પ્રમાણમાં કાચી રાઈ, કાચું જીરું, હિંગ યેનકેન પ્રકારે ખાઈ જુઓ, તમને ખ્યાલ આવશે કે તમે જેને રોજ અગ્નિદાહ આપો છો તે પ્રકૃતિનું કેવું અદભુત સર્જન છે અને પ્રકૃતિએ તમારા વાસ્તે ક્યાં હેતુ થી તે બનાવ્યા છે..! રસોઈ દ્વારા તમે તમારા શરીર નું કલ્યાણ કરો છો કે તેનો નાશ કરો છો તેનું પણ ક્યારેક ચિંતન કરો, આવું કંઇક વાંચન કરો અને તે અમલમાં મૂકો… શિ’ંત રજ્ઞિ ુજ્ઞી જ્ઞક્ષહુ . રસોઈ ના ઔચિત્ય અંગે બીજી ઘણી વાતો ટુંક સમય માં; સત્ય કડવું હોય છે પણ સત્ય સિવાય બીજું કાઈ જ સત્ય હોતું નથી..