જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી પર ગ્રાન્ટ મુદ્દે સરપંચોની ફરિયાદ
ચિરાગ રાજાણીને ગ્રાન્ટ મુદ્દે ટકાવારી આપવી પડે તેવી સરપંચોની વેદના
- Advertisement -
પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને સરપંચો વતી કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના સરપંચ અશોક ચૌહાણે 20 જેટલા સરપંચો વતી સાંસદની ગ્રાન્ટ માંથી કામ કરવા હોઈ તો ટકાવારી આપવાની વાતનો ધડાકો કરતા જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારોમાં હડકંપ મચી જવા પામ્યો છે.જેમાં રાજેસરના સરપંચે સીધો આક્ષેપ જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ખુલીને મેદાને આવ્યા છે.અને કહ્યું હતું કે.પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ સરપંચોને જોઈતી હોઈ તો ટકાવારી અપાવી પડે આવા ગંભીર આક્ષેપો થતા જિલ્લા ભાજપ મંત્રી અને અન્ય હોદેદારોમાં સોપો પડી ગયો છે અને જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. રાજેસરના સરપંચ અશોક ચૌહાણે વધુ કહ્યું હતું કે, તાજેતરમાં મેંદરડા તાલુકાના અનેક સરપંચોની એક બેઠક મળી હતી જેમાં સાંસદ અને ધારાસભ્યની મળતી ગ્રાન્ટ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ બાબતે જયારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માલણકામાં આવેલા ફાર્મ હાઉસ ખાતે સરપંચો એકઠા થયા હતા અને દિનુભાઈને સાંસદ સભ્યને મળતી ગ્રાન્ટ બાબતે ટકાવારી લેવાતી હોવાની વાત કરી હતી ત્યાર બાદ દિનુભાઈએ સમગ્ર હકીકત જાણીને પોરબંદર સાંસદના વિસ્તારમાં આવતું મેંદરડા તાલુકાના સરપંચો વતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સમગ્ર હકીકત સાથે રજૂઆત કરી હતી અને સરપંચોમેં હૈયા ધારણા આપી હતી હાલ તો જે સરપંચોએ જિલ્લા ભાજપના મંત્રી ઉપર ગ્રાન્ટની ટકાવારી મુદ્દે ગંભીર આક્ષેપ કરતા જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થયો છે.અને સમગ્ર ગ્રાન્ટ મામલે રાજકારણ ગરમાયુ જોવા મળે છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ગ્રાન્ટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ જુનાગઢ જીલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ગંભીર આરોપ સરપંચો દ્વારા કરવામાં આવતા ભાજપના પદાધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.જયારે મેંદરડા તાલુકો સાંસદ મનસુખ માંડવીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મત વિસ્તાર છે.ત્યારે સરપંચોને ગ્રામ્ય લેવલે પ્રજાના હિતમાં કામ કરવા માટે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ અપાતી હોઈ છે.તેમાં પણ હવે ગ્રાન્ટ માંથી ટકાવારી વાત સામે આવતા તેના પડઘા દિલ્હી સુધી પહોંચતા જૂનાગઢ જિલ્લા ભાજપમાં અને પ્રદેશ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.અને સોશયલ મીડીયામાં ભાજપ સામે અનેક સવાલો ઉભા થયા છે.