કોરોના અને હૃદયરોગ-કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે સંબંધ છે જ: તબીબો
બે વર્ષમાં વેચાણ રૂા.1105 કરોડથી વધીને રૂા.1571 કરોડ નોંધાયું: રોગના વધેલા પ્રમાણ, લોકોમાં ભયથી વધેલી જાગૃતિ સહિતના કારણોથી ફાર્મા-તબીબી ક્ષેત્ર માટે અચ્છે દિન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સરકાર ભલે કહેતી હોય કે ગુજરાતમાં ખાસ કરીને યુવાઓમાં જે રીતે હૃદયરોગ-કાર્ડિયાક-એરેસ્ટ અને હૃદયરોગના ઓચિંતા હુમલાથી મૃત્યુના વધેલા પ્રમાણ અને કોરોના વેકસીનને કોઈ સંબંધ નથી પણ વાસ્તવિકતા એ છે કે કોરોનાકાળ બાદ આ પ્રકારે મૃત્યુના કેસ સતત વધતા જાય છે અને મેડીકલ સાયન્સ તેનો જવાબ આપી શકયુ નથી તે પણ વાસ્તવિકતા છે.
તેના કારણે ફાર્મા કંપનીઓ માટે હવે ‘અચ્છે દિન’ જરૂર આવી ગયા છે. હૃદય સંબંધી બિમારી અને હૃદયરોગના હુમલાનો ભોગ બનનારની સંખ્યા સતત વધી રહી છે. તેનાથી આ રોગ માટેની દવાઓના વેચાણમાં રાજયમા બે વર્ષમાં 42%નો વધારો થયો છે અને રાજયમાં નવે.2022માં આ રોગ માટેની દવાઓનુ કુલ વેચાણ જે રૂા.1105 કરોડનું હતું તે વધીને નવે.2024 સુધીમાં આ વર્ષે રૂા.1571 કરોડનું નોંધાયું છે.
- Advertisement -
આ અંગે ફાર્મારેકસના કોમર્શિયલ વિભાગના વાઈસ પ્રેસીડેન્ટ શીતલ સાપાલેના જણાવ્યા મુજબ એકંદરે હૃદયરોગનું પ્રમાણ વધ્યુ છે અને રાજયમાં 40 વર્ષ કે તેથી ઉપરના એક મોટા વર્ગને આ રોગની અસર છે. જેમાં હાયપરટેન્શન (હાઈ બીપી) કિડની સંબંધીત રોગોનો પણ સમાવેશ થાય છે અને તેમાં ઈલાજ માટે નવી દવાઓ જયળફલહીશિંમય અને ટયશિભશલીફિં નો ફાળો વિશેષ છે.
આ ઉપરાંત જાડાપણા નિવારવા કે ચરબી ઘટાડવા સંબંધી દવાઓનું વેચાણ પણ વધ્યુ છે. ઉપરાંત જે રીતે હૃદયરોગના કેસ વધી રહ્યા છે તેમાં હવે લોકોમાં જાગૃતિ પણ વધી છે અને તેમાં તબીબી સલાહ સારવાર પણ લઈ રહ્યા છે.
જેના કારણે પણ વેચાણ વધ્યુ છે. વાસ્તવમાં આપણે ભોજન અને લાઈફ સ્ટાઈલ પ્રત્યે લાંબા સમયથી એક કાળજી વગરના ટ્રેન્ડને અનુભવી રહ્યા છીએ અને તે બાળકોથી જ પ્રારંભ થયો છે. ઉપરાંત કામકાજના દબાણ નાણાકીય સહિતના કારણે તનાવ-ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. ઉંઘ, વ્યાયામ, ખાનપાનમાં અનિયમિતતા અને નાની નાની આરોગ્ય ચિંતાઓ ગંભીરતાથી નહી લેવાતી, તંબાકુ સહિતના વ્યસન, શરાબ, ફેટી, ખોરાક વિ. પણ તેનો ફાળો આપે છે. અમદાવાદની પ્રથમ યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના ડો. જયેશ પ્રજાપતિ હૃદય સંબંધી બિમારીઓએ સ્ટેન્ટ મારફત કોલસ્ટોરલ મેનેજમેન્ટનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
તેઓ સ્વીકારે છે કે કોરોના બાદ હૃદય સંબંધી બિમારીઓ વધી છે. લોકોમાં જાગૃતિ પણ વધી છે અને તેથી દવાઓનું વેચાણ વધી છે.
આ ઉપરાંત શહેરીકરણ, ખાનપાનની રીતોનો પણ ફાળો છે. લોહી પાતળું કરવાની દવા, ધમનીમાં જે બ્લોકેજ સર્જાય છે તેને નિવારવા માટેની દવાઓ પણ વધુ વેચાય છે. આ ઉપરાંત અનેક નવી દવાઓ પણ હવે ઉમેરાઈ છે.