9 મિલકતો સીલ, 8 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારાઈ: રૂા. 32.09 લાખની રિકવરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાના કમિશનરની સૂચના અનુસાર વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024 અને 25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. 1, 3, 4, 5, 7, 14, 15, 16 અને 18માં મિલકતો સીલ અને ટાંચજપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી.
વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત 9 મિલકતોને સીલ કરેલ તથા 8 મિલકતોને ટાંચજપ્તીની નોટીસ આપેલ તથા 1 નળ કનેકશન કપાત રિકવરી રૂા. 32.09 લાખની રિકવરી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 1માં- અયોધ્યા ચોકમાં ધ વન વર્લ્ડ નજીક એક્સીસ બેંક ફર્સ્ટ ફલોર પર આવેલ શોપ નં. બી-109ની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 86,083, વોર્ડ નં. 3માં- સાધુ વાસવાણી રોડ શિવાલય ચોક શ્રી આશીર્વાદ સ્કૂલને નોટીસ આપતા રિકવરી રૂા. 7.30 લાખ, વોર્ડ નં. 4માં- મોરબી રોડ પર હર્ષ આર્કેડમાં ઈવોલ્યુશન એકેડેમી શોપ નં. 201ને સીલ, વોર્ડ નં. 5માં- કુવાડવા રોડ રણછોડનગર-7માં વાય. ડી. ફેશન ક્લબ સામે રિકવરી કરતા પીડીસી ચેક આપ્યો, રણછોડનગર શેરી નં. 9માં 1 યુનિટને નળ કનેકશન કપાત સામે રિકવરી રૂા. 45000, વોર્ડ નં. 7માં- યાજ્ઞિક રોડ પર આવેલા ટોપાઝ આર્કેડ થર્ડ ફ્લોર શોપ નં. 2 સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક, પંચનાથ રોડ પર આવેલ સર્વોત્તમ એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર શોપ નં. 402ને સીલ, ગોંડલ રોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ માલવીયા ચોક વીંગ નં. 1માં સેક્ધડ ફ્લોર શોપ નં. 1ની સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.04 લાખ, પંચનાથ પ્લોટમાં શેરી નં. 15માં 1 યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં પીડીસી ચેક આપેલો હતો.
વોર્ડ નં. 14માં- ભક્તિનગર સોસાયટીમાં સંગમ 1-2ના 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 90,342, નીલવ સવસરાય સોસાયટીમાં શેરી નં. 4માં 1 યુનિટને સીલ કરાયું અને ભૂપેન્દ્ર મેઈન રોડ પર ડીપસી નમકીન- શાહુ ફૂડને નોટીસ સામે રિકવરી કરતા પીડીસી ચેક આપવામાં આવ્યો તેમજ વોર્ડ નં. 15માં- ભાગ્યલક્ષ્મી ઔદ્યોગિક વિસ્તારમાં 2 યુનિટને નોટીસ, કે. પી. ઔદ્યોગિક વિસ્તારમાં 1 યુનિટને નોટીસ, આજી રીંગ રોડ શિવધારા પાર્ક-2 મેઈન રોડ પ્લોટ નં. 11 પર 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 66,180, વોર્ડ નં. 16માં- કોઠારીયા રોડ પર મહેશ્ર્વર નગર હાઉસીંગ કોલોનીમાં ‘ધરતી’ને નોટીસ સામે રિકવરી રૂા. 74,341, વોર્ડ નં. 18માં- 80 ફૂટ રીંગ રોડ પર નહેરુનગરમાં આવેલા સરધારનગર-2માં 1 યુનિટની સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 82,000 તથા પીડીસી ચેક, કોઠારીયા સ્વાતી પાર્ક રોડ શેડ નં. 15માં પ્લોટ નં. 1, 2, 3 વરુણ ઈન્ડસ્ટ્રીઝમાં 1 યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 72,148 વસુલાયા હતા. આમ આજરોજ બપોરે 1-00 કલાક સુધીમાં 9 મિલકતોને સીલ તથા 8 મિલકતોને ટાંચજપ્તીની નોટીસ તથા 1 નળ કનેકશન કપાત રિકવરી રૂા. 32.09 લાખ કરવામાં આવી હતી. આ કામગીરી નાયબ કમિશનર સી. કે. નંદાણી તથા આસિ. કમિશનર સમીર ધડુક, મેનેજર સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટરો દ્વારા વેરા વસૂલાતની સઘન કામગીરી કરવામાં આવી હતી.