બાંગ્લાદેશ સરકારે કહ્યું- ઈસ્કોન કટ્ટરવાદી ધાર્મિક સંગઠન
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારનાં વિરોધમાં દેખાવો કરનાર ઈસ્કોનના પ્રમુખ ચિન્મય કૃષ્ષપ્રભુની ધરપકડ બાદ વિવાદ શમ્યો નથી અને હવે આ મામલે વિવાદ વધુ વકરે તેવી સ્થિતિ પેદા થઈ છે. હવે બાંગ્લાદેશમાં હાઈકોર્ટમાં ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ છે. તો બીજી બાજુ બાંગ્લાદેશ સરકાર ઈસ્કોનને કટ્ટરવાદી ધાર્મિક સંગઠન ઓળખાવીને તપાસમાં લાગી છે.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ બાંગ્લાદેશમાં ઈસ્કોનના પ્રમુખ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડથી માહોલ ગરમાયો છે અને હિન્દુઓ આ મામલે રસ્તા પર આવીને દેખાવો કર્યા છે તો બીજી બાજુ ઈસ્કોને બાંગ્લાદેશની સરકારને દેશમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ બનાવવાની અપીલ કરી છે. દરમ્યાન બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠન ઈસ્કોનને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે જેમાં ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ છે. આ અરજીનાં આધારે આજે બાંગ્લાદેશ સરકારે ઈસ્કોનને ધાર્મિક કટ્ટરપંથી સંગઠન બતાવીને કહ્યુ હતું કે સરકાર તેની તપાસ કરી રહી છે.