ખાસ ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-11)
(સન્ની વાઘેલા દ્વારા, સુરેન્દ્રનગર)
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ ત્રણ દાયકાથી ચાલતી ગેરકાદેસર કોલસાની ખાણોમાં સ્થાનિક તલાટીની માંડીને જિલ્લા સાંસદ સુધીનાઓની મિલી ભગત સિવાય આ કોલસાની કરીવર ચાલી શકે તેમ નથી જેના લીધે જ ત્રણ દાયકાથી ચાલતા કોલસાના કારોબારને આજદિન સુધી ગ્રહણ લાગ્યું નથી. કોઈપણ વિસ્તારમાં થતાં ગેરકાયદેસર ખનીજનો રોકવા જિલ્લામાં મુખ્ય ખાણ ખનિજ વિભાગની જવાબદારી હોય છે પરંતુ વર્ષ 2023માં ખાણ ખનિજ વિભાગે કોલસાની ખાણો બંધ કરવા ખર્ચ કરેલ આશરે દોઢેક કરોડ રૂપિયા પાણીમાં હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગના આ નાટકની જી વાત કરીએ તો વર્ષ 2022-23માં સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનિજ વિભાગમાં ભૂસ્તર શાસ્ત્રી તરીકે નીરવ બારોટ જેઓ રાજ્યમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા. આ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા પોતાની ટીમને સાથે રાખી થાનગઢ, મૂળી અને સાયલા વિસ્તારમાં કોલસાની ગેરકાદેસર ખાણ બંધ કરાવવા રીતસરનો પડકાર ઝીલ્યો હોય તેવું પ્રાથમિક નજરે પડ્યું હતું અને સતત એક મહિના સુધી દરરોજ જિલ્લા અને જિલ્લા બહારના જે.સી.બી મશીન થકી તમામ ગેરકાયદેસર કોલસાની ખાણો બુરવાની શરૂ કરી દીધી હતી. જોકે આ પદ્ધતિ કદાચ રાજ્યમાં પ્રથમ હોય શકે જેના લીધે જિલ્લા ખાણ ખનિજ વ્હભગના ચો તરફ વખાણ પણ થયા હતા પરંતુ આ નાટકની પાછળનું સત્ય કઈક અલગ જ હતું જેમાં કેટલીક ખાણો તો માત્ર સરકારી ચોપડે જ બુરવામાં આવી હતી. સરકારી ચોપડાના આંકડા પ્રમાણે વર્ષ 2023માં ખાણ ખનિજ વિભાગે જિલ્લાની ગેરકાયદેસર કોલસાની ખાણો બર્વા માટે 1.20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ આ બુરેલી ખાણો માત્ર એકાદ મહિનો માંડ ટકી શકી અને જ્યારે ખાણ ખનિજ વિભાગ આ નાટક રચીને આરામ ફરમાવવાની ગયું ત્યાં પાછળથી કોલસાની કારોબાર ફરીથી શરૂ થઈ ગયો હતો જે આજેય યથાવત છે…(ક્રમશ)
કોલસાની ખાણ નહીં પૂરવા માટે રૂપિયા 30 હજારનો વહીવટ
જિલ્લા ખાણ ખનિજ વિભાગના કેટલાક કર્મચારીઓ કોલસાની ખાણ નહિ બુરવા માટે રીતસરનો વહીવટ કરતા હોવાની પણ ચર્ચા છે જેમાં અગાઉથી જે તે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી કોલસાની ખાણોનો મુખ્ય વ્યક્તિને જાણ કરી જેટલી ખાણોનો વહીવટ થાય તે ખાણો પર પહોંચતા જ આ કર્મચારીની આખો બંધ થઈ જતી હતી.
મૂળી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમા ચાલતી કોલસાની ખાણમાં મજુર તરીકે કામ કરતા એક યુવાને પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે “જે વખતે ખનિજ વિભાગ કોલસાની ખાણ બૂરવા આવતી આખું જે.સી.બી મધીનનું ધાડું લઈને આવતી હતી પણ આ બધાય ખાણ ઉપર પહોચે તે પહેલાં કોલસાના ખનન કરતા માફિયાઓને જાણ થતી હતી અને ખાણ ન બુરવી હોય તો 30 હજારનો વહીવટ પણ આપવો પડતો હતો.”