ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની આજે 149મી જન્મ જયંતિ છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડયા, નાયબ સચિવો, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.