જુલાઈ – ઓગસ્ટ 2026 દરમિયાન ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી 13 જેટલી રમતોને ખર્ચને સિમિત કરવા માટે હટાવાઈ
આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલ જીતવાની શક્યતાઓને જોરદાર ફટકો પડ્યો છે. યજમાન શહેર ગ્લાસગોએ 2026ના ગેમ્સ કાર્યક્રમમાંથી હોકી, બેડમિન્ટન, કુસ્તી, ક્રિકેટ અને શૂટિંગ જેવી મુખ્ય રમતોને દૂર કરી દીધી છે. તેમાં માત્ર 10 રમતોને સ્થાન આપવામાં આવ્યું છે. ટેબલ ટેનિસ, સ્ક્વોશ અને ટ્રાયથ્લોન પણ ’કોસ્ટ કટિંગ’ હેતુઓ માટે પડતી મૂકવામાં આવી છે.બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સમાવિષ્ટ નવ રમતો આગામી ગેમ્સનો ભાગ નહીં હોય. આ ગેમ્સ માત્ર ચાર સ્થળોએ યોજાશે.
- Advertisement -
સંતુલન જાળવવાનો પ્રયાસ :
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’આમાં 10 રમતોનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આ રમતોની બહુવિધ રમતોની પ્રકૃતિ જાળવી શકાય અને નાણાકીય અને ઓપરેશનલ ચિંતાઓનો પણ સામનો કરી શકાય. આ બંને વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્લાસગોએ અગાઉ 2014 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ગ્લાસગો ગેમ્સ ચાર સ્થળોએ યોજાશે – સ્કોટસ્ટાઉન સ્ટેડિયમ, ટોલક્રોસ ઇન્ટરનેશનલ સ્વિમિંગ સેન્ટર, અમીરાત એરેના અને સ્કોટિશ કોમ્પિટિશન કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ખેલાડીઓ અને તેમનાં સ્પોર્ટ્સ સ્ટાફને હોટલમાં રાખવામાં આવશે.
ભારત માટે મોટો ફટકો :
કોમનવેલ્થ ગેમ્સની આ ઈવેન્ટ ભારતની મેડલની સંભાવનાઓ માટે મોટો ફટકો છે કારણ કે આ પહેલાં તેણે તે રમતોમાં મોટાભાગનાં મેડલ જીત્યાં હતાં જેને હટાવી દેવામાં આવ્યાં છે. બર્મિંગહામ ગેમ્સમાંથી શૂટિંગ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને તેનાં પરત ફરવાની આશા ઓછી હતી. ગ્લાસગો ગેમ્સ કાર્યક્રમની જાહેરાત કરતા સીજીએફએ કહ્યું,કે ’ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સ આઠ માઈલની ત્રિજ્યામાં ચાર સ્થળોએ યોજાશે. આ રમતોમાં 10 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ’હોકીને બાકાત રાખવાનું કારણ એ પણ હોઈ શકે છે કે હોકી વર્લ્ડ કપ આ ગેમ્સ સમાપ્ત થયાનાં બે અઠવાડિયા પછી 15 થી 30 ઓગસ્ટ સુધી બેબર, બેલ્જિયમ અને નેધરલેન્ડના એમ્સ્ટેલવીન ખાતે યોજાશે.
ભારતે કોમનવેલ્થમાં ભાગ ન લેવો જોઈએ : બેડમિન્ટન કોચ ગોપીચંદ
ભારતનાં બેડમિન્ટનના કોચ અને ભુતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ રોપિયન પી ગોપીચંદ અને પૂર્વ કોચ વિમલ કુમારે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી બેડમિન્ટન સહિત કેટલીક રમતોને બાકાત રાખવાનો વિરોધ નોંધાવ્યો હતો . તેમનાં મતે આ નિર્ણયથી ભારતની મેડલની આશાને જોરદાર ઔચકો લાગશે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ જ ના લેવો જોઈએ તેમ આ બંને દિગ્ગજોએ પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું.
- Advertisement -
ગોપીચંદના મતે કોમનવેલ્થ ગેમ્સની કોઈ જરૂર નથી. તેનાં બદલે ઓલિમ્પિક્સ અને એશિયન ગેમ્સમાં ખેલાડીઓને વધુ સવલતો આપવા પર ધ્યાન આપવું જોઈએ. તેઓએ કહ્યું કે બેડમિન્ટનનો સમાવેશ નહીં કરાતાં હું ઘણો નિરાશ થયો છું અને આ નિર્ણય ભારતના વિકાસને અટકાવવા સમાન છે.
ભારતીય ખેલાડીઓની પ્રતિક્રિયાઓ
ભારતીય હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું કે ’ આ નિરાશાજનક છે કારણ કે ગ્લાસગોમાં હોકીમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું અમારી ટીમનું લક્ષ્ય હતું. હવે તેના વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી.
ઓલિમ્પિયન શૂટર ગગન નારંગે કહ્યું કે ’ ટીમ તૈયારી કરી રહેલાં શૂટરોની નિરાશાની હું કલ્પના કરી શકું છું. ભારત માટે મેડલની તક ધરાવતી કેટલીક અન્ય રમતો પણ આ યાદીમાં નથી.
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરત કમલે કહ્યું કે આ અફસોસજનક છે કે ટેબલ ટેનિસને હટાવી દેવામાં આવી છે. આ એક મોટો ઝટકો છે. અમે ટીટીમાં ઘણાં ગોલ્ડ મેડલ જીત્યાં છે.
હોકીને બહાર કરાતાં ભારતની મેડલની આશાને આંચકો
હોકીની રમતને પણ બહાર રખાતા ભારતને સૌથી મોટો ઝાટકો લાગ્યો છે . ભારતની પુરૂષ ટીમે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યાં છે . જ્યારે મહિલા ટીમે 2002 માં ઐતિહાસિક ગોલ્ડ સહિત ત્રણ કોમનવેલ્થ મેડલ્સ મેળવ્યાં છે. એક અંદાજ મુજબ કોમનવેલ્થ ગેમ્સના બે સપ્તાહ બાદ 15 થી 30 ઓગસ્ટે , બેલ્જીયમ એન્ડ એમ્સતેલવીન , નેધરલેન્ડ્સમાં હોકી વર્લ્ડ કપનું આયોજન થશે .
આ રમતોમાં ભારતના 2022 ના મેડલો
હોકી 006
શૂટિંગ 135
બેડમિન્ટન 031
કુસ્તી 114
ક્રિકેટ 001
ટેબલ ટેનિસ 028
સ્ક્વોશ 005
તીરંદાજી 008
હટાવેલી રમતોમાં ભારતે 2022 કોમનવેલ્થ ગેમમાં કુલ 61 મેડલો જીત્યાં હતાં જેમાથી 22 ગોલ્ડ,16 સિલ્વર, અને 23 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.