મૂળ ગાંધીનગરના હાલ પાટડી આશ્રમમાં રહેતા શખ્સ સામે પોકસો હેઠળ ફરિયાદ
ઘરે આવેલી માતાએ બેડરૂમમાં જોતાં શખ્સ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ મૂળ ગાંધીનગરના હાલ પાટડી આશ્રમ ખાતે રહેતા શખ્સ સામે દીકરી સાથે અડપલાં કરવા અંગે પોકસો સહિતની કલમો હેઠળ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટમાં રહેતી પરિણીતાએ મૂળ ગાંધીનગરના માણસાના અને હાલ સુરેન્દ્રનગર પાટડી પીપળીધામ ખાતે રહેતા મહાવીરસિહ ઉર્ફે હકો ભૂપેન્દ્રસિહ વાઘેલા ઉ.22 સામે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ નાસ્તાની રેકડી ચલાવે છે પાંચેક માસ પૂર્વે હું પુત્ર અને પુત્રીને લઈને પાટડી આશ્રમ ખાતે ગઈ હતી ત્યાં પંદર દિવસ જેવુ રોકાઈ હતી મારી દીકરી મારા ફોનમાં ઇંસ્ટાગ્રામ યુઝ કરતી હોય તે આરોપીના પરિચયમાં આવી હતી અને વાતચીત કરતી હતી રાજકોટ આવતા મને ખ્યાલ આવતા મી એપ ડિલીટ કરી ફોન લઈ લીધો હતો પરંતુ દીકરીને મોબાઇલમાં હોમવર્ક આવતું હોય જેથી ફોન આપતી હતી દરમિયાન ગઇકાલે બપોરે હું પતિને ટિફિન દેવા ગઈ હતી અને પરત આવી ત્યારે દીકરી બેડરૂમમાંથી નીકળી દોડીને આવી હતી જેથી મને અંદર કોઈ હોવાની શંકા જતાં ચેક કરતાં બાથરૂમમાંથી મહાવીરસિહ અર્ધનગ્ન હાલતમાં બહાર આવતા તું અંહી શું કરે છે તેમ પૂછતાં તે કોઈ જવાબ આપી શક્યો ન હતો જેથી તેનો થેલો લઈ પતિને બોલાવતા પતિ ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અને આરોપીને ત્યાં જ બેસાડી રાખ્યો હતો બાદમાં ધંધાના સ્થળે જઈ રેકડી બંધ કરી ઘરે આવ્યા હતા ત્યારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને સોંપ્યો હતો દીકરીને પૂછતા તેણીએ જણાવેલ કે મહાવીરસિહનો મેસેજ આવેલ કે હું રાજકોટ આવ્યો છું અને તને મળવું છે તેમ કહેતા તે ઘરે આવ્યો હતો અને સોફા ઉપર બેઠા હતા ત્યારે મને બાથ ભીડી કિસ કરી લીધી હતી હું ડરી જતાં હું બેડરૂમમાં જતી રહી હતી તેવું જણાવતા પીઆઇ કરપડા સહિતના સ્ટાફે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.



