ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તારીખ 18-10-2024, શુક્રવાર નાં રોજ શાસ્ત્રી મેદાન ખાતે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા સમસ્ત કોળી સમાજ માટે એક દિવસીય રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ માં દિપ પ્રાગટય બાદ સમસ્ત કોળી સમાજ નાં ખેલૈયાઓ ગરબાનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા, કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત નાં સ્થાપક ભુપતભાઇ ડાભી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા, ચંદુભાઈ ડાભી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી કોળી સમાજ તથા અન્ય સમાજ નાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં વિદેશી મહેમાનો (સીરીયાથી) પણ ઉપસ્થિત રહ્યા હતા,
- Advertisement -
ઉલ્લેખનીય છે કે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા સમસ્ત કોળી સમાજ માટે ગુજરાત રાજ્ય માં કોળી સમાજના સૌથી વિશાળ રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હોવાથી આ કાર્યક્રમમાં બાર હજારથી પણ વધુ ખેલૈયાઓ જોડાયા હતા, કાર્યક્રમ બાદ વિજેતા ખેલૈયાઓ ને સોના તથા ઈનામો રૂપી લાખેણી લાણી આપવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત નાં યુવા અધ્યક્ષ હિરેનભાઇ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિનોદભાઈ નાગાણી, શ્રી રાજુભાઇ શાપરા, શ્રી કૈલાશભાઈ વાધીયા, શ્રી અનિલભાઈ કુકડિયા, શ્રી મયુરભાઈ પરનાલીયા, શ્રી અજયભાઈ ડાભી, રેખાબેન સગારકા સહિત અનેક કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી..



