ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.બી.સંઘવી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિકાસ સપ્તાહ-2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા એનએસએસ યુનિટ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, રંગોળી સ્પર્ધા તથા વિકાસ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળ દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપ્યુ. આ તકે સેક્રેટરી બાલકૃષ્ણભાઇ ત્રિવેદી ,કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, કેમ્પસ મેનેજર રવિભાઇ વ્યાસ દ્વારા વિજેતા થયેલ વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.જાગૃતિબેન તેરૈયા તથા સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.