આજે ખેલૈયાઓ માટે ફ્રી ટેટ્ટુ: આજથી વહેલા પહોંચનાર ખેલૈયાઓને લક્કી ડ્રો દ્વારા ઈનામો અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ્ કામદાર રાસોત્સવ ખાતે છઠ્ઠા નોરતે ગાયક કલાકારોએ સાંજીદાઓના સથવારે અવનવા ગીતોની જમાવટ સાથે ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી. આજનાં દિવસે અનેક સામાજીક અગ્રણીઓ આ રાસોત્સવને માણવા ઉપસ્થિત રહયા હતા. આજે ખેલૈયાઓ માટે ફ્રી ટેટ્ટુ ની સરપ્રાઈઝ રાખવામાં આવેલ છે સાથે આજ થી નક્કી કરેલ સમય પહેલા ગ્રાઉન્ડ પહોંચનાર સિઝન પાસ હોલ્ડર ખેલૈયાઓને એક કુપન આપવામાં આવશે જે કુપન ડ્રો પ્રથમ બ્ોક સમયે કરવામાં આવશે, આ લક્કી ડ્રો માં વિજેતા થનાર ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.સળંગ છેલ્લા સાત વર્ષ એકસકલુઝીવલી જૈનો માટે જ થતા આયોજન એવા જૈનમ્ કામદાર નવરાત્રી મહોત્સવ 2024 માં આજે વિશ્વ પ્રસિઘ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ અને તેમના સાંજીદાઓની ટીમ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું સંગીત પિરસવામાં આવે છે તેમાં પણ આજે તો સાંજીદાઓ અને જાણીતા ગાયકોની જુગલબંધીએ તો ખૂબ જમાવટ કરી હતી. જૈનમ્નાં ગાયક કલાકારો અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઈ), ફ્યુઝન સિંગર પ્રદિપ ઠક્કર (રાજકોટ), પિન્કી પટેલ (અમદાવાદ), ફયુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ) વિગેરેએ ગલગોટો, છલડો, મોતી વેરાણા ચોકમાં, મથુરામાં વાગી મોરલી, રાધે ગોવિંદા જેવા જાણીતા ગીતોની હારમાળ સર્જીને ખેલૈયાઓને રમવા માટે મજબ્ુાર કરે તેવું વાતાવરણ જમાવ્યું હતું.
આજનાં દિવસે મુખ્ય અતિથિ પરિવાર તરીકે મુકેશભાઈ દોશી (મોડર્ન) તથા દોશી ઈલેકટ્રીક ડેકોરેશનનાં જુગલભાઈ દોશીનાં પરિવારજનો ઉપસ્થિત રહયા હતા. આ પરીવારજનોને વિન્ટેજ કારમાં બ્ોસાડીને ઢોલ નગારા સાથે ગ્રાઉન્ડમાં આવેલ નયનરમ્ય માં જગદંબાનાં મંદિર ખાતે આરતી ઉતારવા લઈ જવાયા હતા. તમામ પરીવારનાં સભ્યોએ માં જગદંબાની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ તમામ પરિવારજનો વંદે માતરમ , રાષ્ટ્રગીત સમયે તીરંગા ઝંડા સાથે પણ જોડાયા હતા અને રાષ્ટ્રભકિતની ભાવના ઉજાગર કરેલ હતી
- Advertisement -
આજનાં દિવસે જૈનમ્ કામદાર રાસોત્સવમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સાહેબ વિશેષ ઉપસ્થિત રહી આરતીમાં જોડાયેલ હતા. ઉપરાંત આજે મહેમાન તરીકે વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહયા હતા.
જેમાં વૈશાલીભાઈ ઉદયભાઈ કાનગડ, સંદેશ અખબારનાં મેનેજર પ્રજ્ઞેશભાઈ રૂપાણી, દ્રષ્ટી એડ.નાં ગીરીશભાઈ ત્રિવેદી, મનીષ એડ.નાં નિલેશભાઈ ત્રિવેદી, એડેક્ષનાં જયેશભાઇ સોના વિગેરે ખાસ ઉપસ્થિત રહી રાસોત્સવ માણેલ હતો. આજે સિઝન પાસ હોલ્ડરો માટે અવનવા કલરફુલ ડીઝાઈનર ટેટ્ટુ ફ્રી કરી આપવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજથી જે પણ સિઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ રાત્રે 9.20 કલાક સુધીમાં ગ્રાઉન્ડ ઉપર હાજર થશે તે દરેક ખેલૈયાઓને એક લક્કી ડ્રો કુપન આપવામાં આવશે. આ લક્કી ડ્રો કુપનનો ડ્રો પહેલા રાઉન્ડ થયા બાદ કરવામાં આવશે. જેમાં લક્કી ડ્રોમાં વિજેતા થનાર 10 ખેલૈયાઓને સુંદર ઈનામો આપવામાં આવશે.
જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ 2024નાં સ્પોન્સર પરિવારજનોનું સન્માન
જૈનમ કામદાર રાસોત્સવની સફળતાનાં સહયોગી એવા શ્રીમતિ દામીનીબ્ોન પીયુષભાઈ કામદાર પરિવાર, માતુશ્રી ગુલાબબ્ોન અનીલભાઈ મહેતા (હીતેશભાઈ) પરિવાર, જીતેન્દ્ર ગ્રુપનાં જયભાઈ ખારા પરિવાર, રોલેકસ રીંગ્સ લીમીટેડનાં મનીષભાઈ મડેકા પરીવાર, શ્રીમાન અને શ્રીમતિ મનીષભાઈ કામાણી મુંબઈ પરિવાર, શ્રી જીગરભાઈ શેઠ પરિવાર, શ્રી વિરભાઈ ખારા પરિવાર, મુકેશભાઈ દોશી (મોર્ડન ગ્રુપ) પરિવાર, શ્રી જનેશભાઈ અજમેરા પરિવાર, દોશી ઈલેકટ્રીક ડેકોરેશનનાં જુગલભાઈ દોશી પરિવારજનોનું ઉપસ્થિત મહેમાનશ્રીઓ, કમિટી મેમ્બરો અને ખેલૈયાઓ, દર્શકોની બહોળી હાજરી વચ્ચે સ્મૃતિ ચિન્હ દ્વારા વિશેષ સન્માન-બહુમાન કરવામાં આવ્યું હતું.