75 ત્રિપલ સવારી, 18 પીધેલા, 14 ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ, 40 વાહન ડિટેઇન કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને લોકોને સુરક્ષા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ અધિાકારી દ્વારા ખાસ મેગાડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં ટ્રાફીકને લગતા કોઇ બનાવ બનવા ન પામે તે માટે પ્રથમ નોરતે ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવરની કામગીરી કરવામાં આવી હતી જે માટે બ્રેથ એનાલાઇઝીંગ, પોકેટકોપ મોબાઇલ, બોડીવોર્નનો કેમેરાનો ઉપયોગ કરી 173 લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
પ્રોશિબીશન 18, ત્રિપલ સવારી 75, 40 વાહન ડિટેઇન, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ 14, કાળા કાચ ધરાવનાર વાહનો વિરૂઘ્ધ 10, નંબર પ્લેટ વગરના 7, ગેરકાયદેસર હથિયાર 1, સીટ બેલ્ટના 4 અને મેગાસોનીક હોર્નનો 1 કેસ નોંધવામાં આવ્યો હતો.