રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ગાંધી જયંતિ પૂર્વે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી અને દેશના વિકાસને સતત આગળ વધારવા માટે દરેકને સત્ય, અહિંસા, પ્રેમ અને પવિત્રતાના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લેવા કહ્યું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, તમામ નાગરિકો વતી હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. બ્રિટિશ શાસન સામે આઝાદીની લડત ચલાવનાર મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના આંદોલને લોકોને આઝાદી માટે લડવા માટે પ્રેરિત કર્યા. દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમના સ્વતંત્રતા પ્રત્યેના સમર્પણ માટે યાદ કરે છે. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ ગાંધીજીના જન્મદિવસ એટલે કે 2જી ઓક્ટોબરે આવે છે.
આ પ્રસંગે પીએમ મોદીએ ભારતના પૂર્વ પીએમને પણ યાદ કર્યા હતા. પીએમ મોદીએ X પર લખ્યું કે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને, જેમણે દેશના સૈનિકો, ખેડૂતો અને આત્મસન્માન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી.
.દિલ્હી: દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પી.
દિલ્હી: લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
દિલ્હી: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
દિલ્હી: દિલ્હીના સીએમ આતિશીએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી
દિલ્હી: દિલ્હી એલજી વીકે સક્સેનાએ ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
દિલ્હી: કોંગ્રેસના નેતા અને લોકસભા લોપ રાહુલ ગાંધીએ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર વિજય ઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
દિલ્હી: દિલ્હીના સીએમ આતિશીએ ગાંધીજયંતિના અવસર પર રાજઘાટ પર મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
દિલ્હી: કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
દિલ્હી: કોંગ્રેસના નેતા અને LoP લોકસભા રાહુલ ગાંધીએ ગાંધીજયંતિ નિમિત્તે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી.