હજુ જેતપુરની ભાદર – સુરેન્દ્રનગરની ભોગાવો સૌથી પ્રદુષિત
2018માં 20 નદી વિસ્તાર સૌથી વધુ પ્રદુષિતની શ્રેણીમાં હતા, હવે સંખ્યા ઘટીને 13
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઘર-માર્ગોથી માંડીને નદી-સમુદ્ર સુધીનાં સ્થળો માટે સ્વચ્છતાના અભિયાનમાં પરીણામ દેખાવા લાગ્યા હોય તેમ ગુજરાતની 20 માંથી સાત નદી પ્રદુષણમુકત થઈ ગઈ છે.
- Advertisement -
રાજકીય પ્રદુષણ ક્ધટ્રોલ બોર્ડનાં 2018 ના રીપોર્ટમાં ગુજરાતની 20 નદીને સૌથી વધુ પ્રદુષીત નદીઓ ગણાવવામાં આવી હતી. હવે વન તથા પર્યાવરણ વિભાગે સરકારને સોંપેલા રીપોર્ટમાં 20 માંથી 7 નદી પ્રદુષણ મુકત થયાનો દાવો કર્યો છે. 2018 ના રીપોર્ટમાં બાયો કેમીકલ્સના ચિંતાજનક પ્રમાણને કારણે 20 નદી વિસ્તારોને સૌથી પ્રદુષીત ગણવામાં આવ્યા હતા. 2022 માં સૌથી વધુ પ્રદુષિત નદી વિસ્તારોની સંખ્યા ઘટીને 13 ની રહી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રીપોર્ટમાં એવો એકરાર કરવામાં આવ્યો છે કે, ગટરની ગંદકી નદીઓમાં ઠલવાતી હોવાથી તે પ્રદુષિત થાય છે. આ ગંદકીનાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી સમસ્યા છે. રાજયમાં 5692 મીલીયન લીટર ગંદા પાણીનાં ટ્રીટમેન્ટની ક્ષમતા છે અન્ય પ્લાન્ટ નિર્માણનાં તબકકે છે. નદીઓને પ્રદુષિત થતી રોકવા માટે ગંદા પાણીનો નદીમાં નિકાલ રોકવા સહિતના પગલા લેવાયા છે. આ માટે ડ્રોન સર્વે ઉપરાંત થર્ડ પાર્ટી ઈસ્પેકશન પણ કરાયું છે. શહેરી વિકાસ સતામંડળ દ્વારા કોમન ક્ધટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવી રહ્યો છે.
નદીઓમાં પ્રદુષણ સ્તર ઘટવા છતાં સાબરમતી જેવી નદીઓમાં બારોબાર ઠલવાતી ગંદકી ચિંતાજનક જ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રદુષણ બોર્ડ સહીતના વિભાગોની સંયુકત સમિતિનું ગઠન કરાયું હતું અને તેના દ્વારા રીપોર્ટ સોંપી દેવાયો છે. પ્રદુષિત નદી વિસ્તારોની સંખ્યામાં ઘટાડો છતાં સાબરમતીનો રાયસનથી ગૌથાનો વિસ્તાર પ્રદુષિત છે.વિશ્ર્વામિત્રી, આમલાખાડી, જેતપુરની ભાદર નદી ઉપરાંત દાદર અને ખારી નદી સૌથી વધુ પ્રદુષિત છે. સુરેન્દ્રનગરની ભોગાવોમાં પણ બાયોકેમીકલ્સ ઓકસીજનનું પ્રમાણ ઉંચુ છે પ્રાથમીકતામાં પાંચમી શ્રેણીમાં રાખવામાં આવી છે.