સહભાગીદારીથી 2 ડેમ નવા અને 2 ડેમને રીપેરિંગ કરી 4 ડેમનું કામ પૂર્ણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ વર્ષોથી પાણી બચાવવાનું જબરદસ્ત અભિયાન કરી રહ્યા છે. જામનગર જિલ્લાના વરણા ગામમાં પણ આ વર્ષે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાના માર્ગદર્શનથી પાણી બચાવવાનું જબરદસ્ત કામ કરવાનું નક્કી કર્યું, તે માટે રાજકોટમાં રહેલા વરણાના ગામના બધા જ લોકોની સાથે મીટીંગ કરી અને દિલીપભાઈના માર્ગદર્શનથી વરણાના ગામમાં ડેમ બનાવવાનું નક્કી કર્યું.
રાજકોટમાં મીટીંગ કર્યા બાદ વરણા ગામમાં મિટિંગ કરેલ ત્યારબાદ જામનગરના રહેતા વરણા ગામના લોકો સાથે અને સુરત શહેરમાં વરણાના ગામના બધા જ લોકો સાથે પાણી બચાવો અભિયાનને સાથે સાથે દિલીપભાઈ સખીયાનું માર્ગદર્શન અને પ્રેરણાથી ડેમ બનાવવાના કામની શરૂઆત કરી. ગામના દરેક લોકોના સહભાગીદારીથી થોડા સમયમાં 30 લાખ રૂપિયાનો યોગદાન ભેગું થયું અને ર ડેમ નવા અને ર ડેમને રીપેરીંગ કરી 4 ડેમનું કામ પૂર્ણ કર્યું. આશરે 90 કરોડ લિટર પાણી સંગ્રહ થાય તેવા ડેમોનું નિર્માણ થયું.
આજે 4 ડેમોના લીધે વરણાના ગામનો જળસ્તર ખૂબ જ ઉપર આવ્યું છે, અને ગામમાં વૃક્ષ વનસ્પતિ પશુ-પક્ષીઓ અને ખાસ ખેતી માટે ખૂબ જ સારું કામ થયું છે. તે માટે સમસ્ત ગામના લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આભારી છે. અને હજુ વધુમાં વધુ પાણી બચાવના કામમાં સમસ્ત ગામ પ્રયત્ન કરતો રહેશે. વરણા ગામના પાણી બચાવોના જબરદસ્ત કામમાં વરણા ગામના સરપંચ તથા પંચાયતની ટીમ, માજીસરપંચ, વરણા ગામના રાજકોટ, સુરત તથા જામનગરમાં રહેતા વરણા ગામના આગેવાનો અને સમસ્ત ગામના દાતાઓ અને સમસ્ત ગામના લોકો દ્વારા લોકભાગીદારીથી ખૂબ જ સરસ કામ થયું છે.