ચોરાઉ દાગીના લેનાર વેપારીને પણ ઉઠાવી લેતી થોરાળા પોલીસ
ઙઈં. એન.જી.વાઘેલા અને ટીમની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતા જતા ચોરીના બનાવો વચ્ચે ચુનારાવાડમાં રહેતા યુવકના ઘરમાં આવેલ દાદાના મઢમાંથી 8,37,500ના સોનાના દાગીના ચોરી થઇ જતા થોરાળા પોલીસે તપાસ કરી સીસીટીવી આધારે ગુનાને અંજામ આપનાર ફરિયાદીના સબંધી સહિત બેની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો છે.
- Advertisement -
શહેરના ચુનારાવાડમાં રહેતા અને રીક્ષા ડ્રાયવીંગ કરતા રાજેશભાઈ બાબુભાઈ માલાણી ઉ.45એ અજાણ્યા શખ્સ સામે ચોરી અંગે થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે અમે સુઈ ગયા બાદ સવારે ચાર વાગ્યે પાણી આવતા ઉઠીને જોતા અમારા ઘરમાં દાદાના મઢનો દરવાજો ખૂલ્લો જોવા મળ્યો હતો આ મઢમાં જે કોઈ લોકો દાગીના ચડાવે તે અમે પીળી વર્ષમાં બે વખત ખોલીએ છીએ પીળી ઉપરથી રસ્સી ખૂલ્લી હતી અને દાગીનાનું બોક્સ ખૂલું હતું તેમાંથી સાડા છ તોલાના સોનાના 4,35,500ના બે છતર, પ તોલાના નાના મોટા સોનાના 3.35 લાખના 18 હાર અને 67 હજારના સોનાના ચાર કડા તથા સોનાના બે ટીકા સહીત 8,37,500ના દાગીના ચોરી ગયાનું જણાવતા પીઆઈ એન જી વાઘેલા અને ટીમે સીસીટીવી આધારે તપાસ કરતા ફરિયાદીનો સબંધી જોવા મળતા પોલીસે વિશાલ ઉર્ફે વિશુ ઉર્ફે વિષલો રવિભાઈ સલાટને દબોચી લઈ દાગીના અંગે પૂછતા પોતે એ બી જ્વેલર્સમાં દાગીના આપ્યાની કબૂલાત આપતા પોલસીએ ત્યાં દરોડો પાડી તમામ મુદામાલ કબ્જે કરી ભાવેશ બિપિંચંદ્ર પારેખની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.