બ્રાઝિલની સુપ્રીમ કોર્ટેના ન્યાયાધીશે આજે એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે એલોન મસ્કે બ્રાઝિલમાં પોતાના કાનૂની પ્રતિનિધિનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે બુધવારે રાત્રે મસ્કને ચેતવણી આપી હતી કે જો X બ્રાઝિલમાં પ્રતિનિધિ નિયુક્ત કરવાના તેમના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો Xને પ્રતિબંધિત કરવામાં આવશે. આ માટે સુપ્રીમ કોર્ટે 24 કલાકની સમય મર્યાદા પણ આપી હતી. આ આદેશનો અનાદર કરશે તો પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને બ્રાઝિલમાં સોશિયલ મીડિયા X પર પ્રતિબંધ મૂક્યો હતો .
- Advertisement -
આ આદેશમાં ન્યાયાધીશ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ અને એપ સ્ટોર્સને Xની ઍક્સેસને અવરોધિત કરવા માટે પાંચ દિવસનો સમય આપ્યો હતો. કહ્યું કે જ્યાં સુધી તે તેમના આદેશનું પાલન ન કરે ત્યાં સુધી પ્લેટફોર્મ પર પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું હતું કે જે લોકો અથવા કંપનીઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સનો ઉપયોગ કરે છે, તેઓ X ને ઍક્સેસ કરવા માટે 50,000 બ્રાઝિલિયન રૂપિયાનો દૈનિક દંડ કરવામાં આવશે.
મસ્ક વિરુદ્ધ ન્યાયમાં અવરોધ, ગુનાહિત સંગઠન અને અપરાધ માટે ઉશ્કેરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, ન્યાયાધીશ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે X ના કેટલાક એકાઉન્ટસને ખોટી માહિતી અને નફરતના સંદેશાઓ ફેલાવવાના આરોપમાં બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
તેમાં બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોના કેટલાક એકાઉન્ટ્સ પણ સામેલ હતાં. જે બાદ એલોને કહ્યું હતું કે વાણી સ્વાતંત્રા એ લોકશાહીનો આધાર છે અને બ્રાઝિલના જજો બ્રાઝિલની જનતાને પસંદ નથી તેમના પર રાજકીય દબાણ છે અને તે બ્રાઝિલને બરબાદ કરી રહ્યાં છે.