ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાનાઓએ જિલ્લામાં મીલકત સંબંધી બનતા ગુના અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા સારુ સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબીના ઈ.ચા. પો.ઈ. એ. બી. જાડેજા તથા પો.ઈ. એ. બી. વોરાના માર્ગદર્શન મુજબ એલસીબી, પેરોલ ફર્લો સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમિયાન એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા તથા પો.હે.કો. પ્રવિણભાઈ મોરી તથા રાજુભાઈ ગઢીયાને સંયુક્ત રીતે બાતમી મળેલી કે ઉના પીજીવીસીએલ ઓફીસ સામે આવેલા ખાસ વિસ્તારમાં રહેતા ધનજીભાઈ જીણાભાઈ ડોડીયાના રહેણાંક મકાને એક ટ્રેકટર સાથે જોડવાની ચોરીયાવ ટ્રોલી કેરીયર (ગાડુ) રાખેલી છે જેથી ત્યાં તપાસ કરતાં કેરીયર ટ્રોલી સાથે બે ઈસમો હાજર હોય જેમાં પ્રતીક કરસનભાઈ સોલંકી (રહે. મૂળ જોરાવાડી ભગત શેરીવાડી વિસ્તાર તા.જી. દીવ)વાળાએ આ કેરીયર ટ્રોલી આજથી આઠેક માસ પહેલા કેન્દ્રશાસીત પ્રદેશ દીવના બુચરવાડામાંથી ચોરી કરી કેરીયર ટ્રોલી ઉના લાવી અને ઉનાના ધનજીભાઈ જીણાભાઈ ડોડીયા (રહે. ઉના ખારા વિસ્તાર)ને રૂા. 1,00,000માં વેચાતુ આપેલુ હતું તેના આરટીઓ રજિસ્ટર નંબર તથા ચેસીસ નંબર ચેકી નાખી કેરીયર ટ્રોલીનો ધનજી તથા પ્રતીક બંને વેચનાર-લેનારનો આધાર પુરાવા વગરનો વેચાણ કરાર પણ કરેલો હતો અને તે પૈકી બાકી રૂા. 10,000 લેવાના બાકી હોય જેથી ધનજીના ધરે આવેલો હતો અને આ કામે કેરીયર ટ્રોલી પાસે હાજર ઈસમ મહેશભાઈ દેવશીભાઈ દમણીયા આ ટ્રોલી કેરીયર થોડી દિવસ પહેલાં ધનજીભાઈ જીણાભાઈ ડોડીયા જે તેના મામાનો દીકરો થતો હોય જે ઉનાથી વડવીયાળા ગામે વેચવા માટે તેના ઘરે મૂકી ગયેલો હતો અને તે કેરીયર ટ્રોલી મહેશ ગ્રાહકને બતાવતો હોય પરંતુ કોઈ આધાર પુરાવા ન હોય જેથી કોઈ વેચાતુ લેતુ ન હતું જેથી ઉના ધનજીના ઘરે પરત મૂકી ગયેલા હોય અને ગઈકાલે પણ એક ગ્રાહક આ કેરીયર ટ્રોલી જોવા આવવાના હોય જેથી કેરીયર ટ્રોલી બતાવવા માટે પોતે ત્યાં ધનજીના ઘરે હાજર હોય આ ટ્રેકટર સાથે જોડવાની કેરીયર ટ્રોલી બાબતે ખરાઈ કરવા વણાંકબારા (દીવ) કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો હોય જેથી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બંને ઈસમ તથા કબજે કરેલ મુદ્દામાલ ઉના પોલીસ સ્ટેશન સોંપી વણાંકબારા (દીવ) કોસ્ટલ પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવવામાં આવેલું છે.
- Advertisement -
પોલીસે આરોપી પ્રતીક કરસનભાઈ સોલંકી (ઉ.વ.23), મહેશભાઈ દેવશીભાઈ દમણીયા (ઉ.વ.32)ની ધરપકડ કરી મુદ્દામાલ ધરતી કંપનીનું ટ્રેકટર સાથે જોડવાનું કેરીયર ટ્રોલી (ગાડુ) કિં. રૂા. 1,00,000, સેમસંગ કંપનીનો ગેલેક્ષી એ35 5-જી પીન્ક કલરનો એન્ડ્રોઈ મોબાઈલ કિં. રૂા. 15000 કબ્જે કર્યા છે. આ કામગીરી એલસીબી ઈ.ચા. પો.ઈ. એ. બી. જાડેજા, પો.ઈ. એ. બી. વોરા, એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા, પો.હે.કો. પ્રવિણભાઈ મોરી, રાજુભાઈ ગઢીયાએ કરી હતી.