આડેધડ લૂંટ ચલાવતા રાઇડસ ધારકો સામે ભાવ નિયંત્રણ કરવા માંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
ઝાલાવાડના સુપ્રસિદ્ધ લોકમેળો ધ્રાંગધ્રા ખાતે યોજાઇ છે તેવામાં દર વર્ષ કરતા આ વર્ષે લોકમેળાના પ્લોટની હરાજીમાં 1.43 કરોડ રૂપિયાની આવક થઈ હતી સાથે જ રાઇડસ ધારકો દ્વારા મોંઘા ભાવે પ્લોટ ખરીદી કરી અંતે આ ખર્ચ લોકમેળો માણવા આવતી જાહેર જનતા પર નાખવામાં આવે છે ત્યારે લોકમેળો માણવા આવતા માધ્યમ વર્ગના પરિવારોને ભાવ નિયંત્રણ નહિ હોવાના લીધે ખૂબ મોંઘો પડતો હોય છે તેવામાં ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા આ વર્ષે લોકમેળા સમયે સક્રિય થઈને મેળો માણવા આવતા પરિવારો લૂંટાય નહિ તે માટે નગરપાલિકા, મામલતદાર સહિત અધિકારીઓને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ તરફ લોકમેળાના આયોજક નગરપાલિકા દ્વારા પણ તમામ રાઇડ્સ ધારકોને ભાવ નિયંત્રણ અંગે આગાઈથી જ ટકોર કરી ચિવાનું જણાવ્યું હતું છતાં આ વર્ષે લોકમેળામાં ભાવ નિયંત્રણ થાય છે કે કેમ તે અંગે આવનારા સમયમાં જોવું રહ્યું.