ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં શિતલપાર્ક પાસે આવેલી આર.કે. વર્લ્ડ ટાવર બિલ્ડિંગમાં મજૂરી કામે આવેલ અને ત્યાં જ ઝુંપડુ બાંધીને રહેતાં આ કામના ફરિયાદીએ પોતાની 11 વર્ષ ને 5 માસની સગીર વયની બહેનને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદો અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 363, 366, 376 (એબી) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામમાં શિતલ પાર્ક પાસે આવેલી આર.કે. વર્લ્ડ ટાવર બિલ્ડિંગમાં રહેતા એવા ભોગ બનનારના ભાઈએ તા. 3-6-2022ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની 11 વર્ષ અને 5 માસની સગીર વયની બહેનને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની આઈપીસી કલમ 363, 366, 376 (એબી) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબની ફરિયાદ આપેલી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરતા સગીરાને તેની સાથે કામ કરતાં અલ્પેશ જયંતિભાઈ પાતર સાથે પ્રેમસંબંધ હોય જેથી આરોપી સગીરાને પોતાની સાથે ગોંડલ ખાતે લઈ ગયેલ હોય ત્યાં ભાડે રાખેલા રૂમ પર ભોગ બનનારની સાથે આ કામના આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધેલો અને ભોગ બનનારને 3 માસનો ગર્ભ રહી ગયેલાની હકીકત તપાસમાં ખુલવા પામેલી હતી.
- Advertisement -
જેથી આરોપીની ધરપકડ કરીને રાજકોટ સ્પે. પોક્સો કોર્ટના જજ સમક્ષ રજૂ કરતાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 376 (એબી) તેમજ પોક્સો એકટની કલમ 6નો ઉમેરો કરવામાં આવેલો હતો. આરોપીને રાજકોટ પોક્સો કોર્ટના જજે હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલો હતો. જે કેસ ચાલી જતાં આ કામમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 9 સાહેદોને તપાસવામાં આવેલા તેમજ 26 ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા. આ કામમાં અતિ મહત્ત્વના ગણાતા સાહેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકતથી ફરી જતાં હોસ્ટાઈલ જાહેર થયેલા તેમજ ફરિયાદી પણ બનાવને સમર્થનકારી જુબાની આપેલી નહીં અને આ બંને મહત્ત્વના સાહેદો હોસ્ટાઈલ જાહેર થયેલા હોવા છતાં પોક્સો અદાલતે આરોપી વિરુદ્ધ ગુન્હાને સાંકળતો એક પણ પુરાવો રેકર્ડ પર આવેલો ન હોવા છતાં કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધ જઈ અને પુરાવાના અવલોકન કરવામાં ગંભીર પ્રકારની ભૂલ કરેલી હોય અને આ સજાનો હુકમ કાયદાની આંખમાં ટકવાપાત્ર ન હોય તેવું અવલોકન નામદાર ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે કરી આરોપી સામે પોક્સોના ગુન્હામાં થયેલ આજીવન કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.



