ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ ચોરી કરનાર ઈસમો માત્ર ખનિજ માફીયાઓ જ નહિ પરંતુ કોઈક રાજકીય તો કોઈક અધિકારીના લિબાસમાં હોય તે પ્રકારની સ્થિતિ છે. કોલસાના ગેરકાયદે ખનનમાં રાજકારણની એન્ટ્રી તો વર્ષો પહેલા થઈ ચૂકી હતી પરંતુ હવે ખરેખર આ કારોબારમાં રાજકીય નેતાઓ છે તે વાત અપસ્ત પણ થઈ રહી છે. ત્યારે હાલ ચોટીલા તાલુકાના સૂરજદેવ મંદિરના ટ્રસ્ટની હજારો વીઘા જમીન શ્રી સરકાર થઈ હોવાની બાબત ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા હજારો એકળ જમીન કથી સમાજની આસ્થા માનવામાં આવતા સૂરજ દેવળ મંદિરને દાન આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનના દાન દેતા હતા અને આ વર્ષો પહેલા દાનમાં દીધેલી જમીન આજની સરકારે સૂરજદેવ મંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી નાખવામાં આવી છે. જે અંગેના સરકારી હુકમ પણ સને આવ્યા હતા
આ તરફ સૂરજદેવ મંદિર ટ્રસ્ટની 1650 વીઘા જમીન જે સરકાર શ્રી કરવામાં આવી તે અંગે અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકાર શ્રી ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોળીને પી ગયેલા સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખી સૂરજદેવ ટ્રસ્ટની હજારો વીઘા જમીન સરકાર શ્રી રાખવાના હુકમને યથાવત રાખ્યો હતો. જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ સૂરજદેવ મંદિરની જમીનને સરકાર શ્રી રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડી માટે કોલસાની કાળી કમાણી માટે હિંદુવાદી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા છે.