યૌન શોષણ: ટ્રસ્ટીઓ અને મળતિયાઓના આંખમિંચામણા….
કુલ છ વિદ્યાર્થિનીઓનું વારંવાર થયું શારીરિક શોષણ
- Advertisement -
પાપિયા કોન્ટ્રાકટર અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા યુવતી તૈયાર
ખાસ-ખબર એક્સ્ક્લૂઝિવ રાજકોટ, તા.22
જસદણ પંથકની એક ક્ધયા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ થયાનું, થતું હોવાની ભયાનક, ધ્રુજાવનારી, ચોંકાવનારી, આંચકાજનક વિગતો બહાર આવી છે. અત્યંત વિશ્ર્વાસપાત્ર સૂત્રોમાંથી ‘ખાસ-ખબર’ને મળેલી માહિતી અને અર્ધો ડઝન જેટલાં કૉલ રેકોર્ડિંગ્સ એ વાતની ચાડી ખાય છે કે, ક્ધયાઓનું શોષણ થયું છે અને ટ્રસ્ટીઓ વગેરેને જાણ હોવા છતાં આખું પ્રકરણ દબાવવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છે. ‘ખાસ-ખબર’ને સાંપડેલી વિગતો મુજબ બી.બી.એ.માં અભ્યાસ કરતી, વિવિધ ગામડાંઓથી આવેલી છ કરતાં વધુ ક્ધયાઓનું શારીરિક શોષણ થયું છે. થોડાં સમય અગાઉ આ છાત્રાલયમાં રંગરોગાનનું કામ ચાલું હતું ત્યારે કલરકામનો કોન્ટ્રાક્ટ જેણે રાખ્યો છે એ રઘુ (નામ બદલાવ્યું છે) નામના પિશાચે છએક બાળાઓ સાથે આવું કૃત્ય આચર્યું હતું.
- Advertisement -
સૌથી વધુ આંચકાજનક વાત એ છે કે, આ ઘટના અંગે ટ્રસ્ટી અર્જુનભાઈ (નામ બદલાવ્યું છે) તથા રાજકીય ક્ષેત્રે સક્રિય હરેશ (નામ બદલાવ્યું છે)ને તમામ જાણકારી હોવા છતાં તેમણે કશાં જ પગલાં લીધા ન હતા. કહેવાય છે કે, હરેશ વગેરે પણ આવા જ કૂકર્મોમાં ગળાડૂબ છે.
જાણવા મળતી વિગતો મુજબ એક પીડિત યુવતી પોતાની સાથે થયેલાં કૂકર્મ અંગે ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ ગઈ છે. એવી માહિતી પણ મળી રહી છે કે, જો એક યુવતી ફરિયાદ નોંધાવે તો બાકીની પાંચ પણ એફ.આઈ.આર. નોંધાવવા તૈયાર થઈ ગઈ છે. અત્યાર સુધી આ મામલે ફરિયાદ નહીં નોંધાવાનું કારણ એ જ છે કે, બધી યુવતીઓને બદનામીનો ડર હતો. પરંતુ એક યુવતીએ અને તેના પરિવારજનોએ ગજબનાક હિંમત દર્શાવી છે અને તેઓ ફરિયાદ કરવા તૈયાર થયા છે.
એક અગ્રણી યુવતીના પરિવારને દબાવવા મેદાને
જસદણ પંથકનો એક અગ્રણી ગોવિંદ ચોથાણી (નામ બદલાવ્યું છે) આ મામલામાં પાપિયાઓને બચાવવા જબરા પ્રયત્નો કરી રહ્યો છે. આ શખસે યુવતીના પરિવારજનોને એમ કહ્યું હતું કે, ‘ટ્રસ્ટીઓ અને તેના મિત્રોના છેડા ઠેઠ દિલ્હી સુધી છે, તમે કશું કરવા જશો તો અંટાઈ જશો!’ ક્ધયા છાત્રાલયની આ વિગતો દબાવવા માટે ચોતરફથી યુવતીના પરિવાર પર દબાણ આણવામાં આવી રહ્યું છે.
સેંકડો ક્ધયાઓની સલામતી અંગે વાલીઓમાં ગંભીર ચિંતા
ક્ધયા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહેલી સેંકડો ક્ધયાઓના વાલીઓમાં આ મામલે ગંભીર ચિંતા પ્રસરી રહી છે. જે વાલીઓને આ વાતની જાણ છે- એ બધાં વાલીઓ એક જ સવાલ પૂછી રહ્યાં છે કે, ‘જે પ્રકારની પ્રવૃત્તિઓ છાત્રાલયમાં ચાલી રહી છે એ જોતાં અમને અમારી દીકરીઓની ચિંતા થઈ રહી છે. આજે છ દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે, કાલે સવારે અમારી દીકરી સાથે આવું નહીં થાય તેની ગેરેન્ટી કોણ લેશે?’ વાલીઓની આ ચિંતા વાજબી પણ છે.
અગાઉ પણ આ ક્ધયા છાત્રાલય વિવાદમાં આવી હતી
જસદણ પંથકમાં આવેલી આ ક્ધયા છાત્રાલય જાણે વિવાદનો અડ્ડો બની ગઈ હોય તેવી પરિસ્થિતિ છે. આ છાત્રાલયમાં પાંચસો-સાતસો કરતાં પણ વધુ વિદ્યાર્થિનીઓ રહે છે. એમનો વિચાર કરવાને બદલે માત્ર અંગત હિતોનો જ વિચાર થઈ રહ્યો છે. છાત્રાલયમાં પોતાનું પ્રભુત્વ જમાવવા ભારે મોટું રાજકારણ ખેલાઈ રહ્યું છે.